અમદાવાદમાં રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો . જેમાં આખા દિવસ ના આકરા તાપ અને ઉકળાટને બાદ રાત્રે 10.30 પછી અચાનક શહેરના અમુક વિસ્તારોમાં પહેલાં વીજળીની ગર્જના થતી જોવા મળી રહી હતી અને પછી કડાકા સાથે વરસાદનું આગમન થયું હતું .
જો કે વરસાદ બહુ વાર નહતો પડ્યો . તેમ છતાં આખા દિવસના આ આકરા તાપ અને ઉકળાટ બાદ પડેલા વરસાદથી ઠંડક પ્રસરી ગઇ હતી અને લોકોને ગરમીમાંથી રાહત જોવા મળી હતી .
ગુરુવારે રાત્રે અમદાવાદના વેજલપુર, સરખેજ સેટેલાઇટ, અસારવ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે . જોકે કે ગુજરાત હાલ હવામાન ખાતા દ્વારા જ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે .
હવામાન વિભાગે આ પહેલા 31 મેના રોજ ચોમાસાના આગમનની આગાહી કરી હતી.જોકે ત્રણ દિવસથી કેરાલામાં પ્રી મોન્સૂન વરસાદ થઈ રહ્યો હતો પણ આજે હવામાન વિભાગના કહેવા પ્રમાણે સત્તાવાર રીતે ચોમાસુ કેરળમાં પહોંચી ચુક્યુ છે. હાલમાં કેરળમાં વરસાદના આગમનના પગલે ઠંડક પ્રસરી છે અને તટ વિસ્તારો અને તેનાથી જોડાયેલા પૂર્વ અરબ સાગરમાં ચોમાસાના વાદળો જોવા મળી રહ્યા હતા.
