Norway Green Energy Model 2026: મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવને કારણે જ્યારે વિશ્વભરમાં તેલની કિંમતો આસમાને છે, ત્યારે નોર્વે એક એવો દેશ છે જે આ સ્થિતિનો આર્થિક લાભ તો ઉઠાવી રહ્યો છે, પરંતુ પોતાના દેશમાં ઈંધણનો વપરાશ નહિવત કરી રહ્યો છે. નોર્વે પોતાની જરૂરિયાત માટે રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઉર્જા) પર સંપૂર્ણ નિર્ભરતા વધારી રહ્યો છે.
Norwayની અર્થવ્યવસ્થા અને તેલનો જાદુ
નિકાસનો દબદબો: નોર્વેની (Norway) અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ તેલ અને ગેસની નિકાસ છે. દેશની કુલ નિકાસમાં 60% થી વધુ હિસ્સો ઉર્જાનો છે અને GDP માં તેનું યોગદાન 20% જેટલું છે.
નવી તકો: તાજેતરમાં જ નોર્વે સરકારે તેલની શોધ માટે 57 નવા લાયસન્સ જારી કર્યા છે, જેનાથી 2 લાખથી વધુ નવી નોકરીઓ મળવાની આશા છે. મધ્યપૂર્વના યુદ્ધને કારણે તેલના ભાવ વધતા નોર્વેના ડોલર ભંડાર અને શેરબજારમાં રેકોર્ડબ્રેક ઉછાળો જોવા મળ્યો છે.
કેમ રસ્તાઓ પર દોડે છે સાયકલો?
નોર્વે દુનિયાને બતાવી રહ્યું છે કે આર્થિક સમૃદ્ધિ અને પર્યાવરણની જાળવણી વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું:
ઇલેક્ટ્રિક કારનું વર્ચસ્વ: વર્ષ 2024 ના આંકડા મુજબ, નોર્વેમાં વેચાતી દર 10 માંથી 9 કાર ઇલેક્ટ્રિક હોય છે. લોકો તેલ પરની નિર્ભરતા ઘટાડવા માટે સભાન છે.
જળ વિદ્યુત (Hydro Power): દેશની મોટાભાગની ઉર્જા જરૂરિયાતો પાણીમાંથી ઉત્પન્ન થતી વીજળી દ્વારા પૂરી થાય છે.
સખત કાયદા: નોર્વે એ દેશોમાંનો એક છે જેણે સૌથી પહેલા ‘કાર્બન ટેક્સ’ લગાવ્યો હતો અને ક્લાયમેટ લક્ષ્યોને લઈને અત્યંત કડક કાયદા બનાવ્યા છે.
નોર્વે એક તરફ તેલ વેચીને પોતાની સમૃદ્ધિ મજબૂત કરી રહ્યું છે, તો બીજી તરફ પોતાના નાગરિકો માટે સાફ અને સ્વચ્છ વાતાવરણ ઊભું કરીને દુનિયા માટે ‘રોલ મોડેલ’ (Norway) બની રહ્યું છે.
આ પણ વાંચો :હોર્મુઝમાં ઈરાનની ‘ટોલ વસૂલાત’ સામે અમેરિકાની યુદ્ધની તૈયારી, ઓઈલ-ગેસના ભાવમાં ભડકો થવાની આશંકા
આ પણ વાંચો :એર ઈન્ડિયા બ્લાસ્ટના 40 વર્ષ બાદ કેનેડાની આંખ ઉઘડી, રિપોર્ટમાં ખાલિસ્તાની ઉગ્રવાદને ગણાવ્યું મોટું જોખમ
આ પણ વાંચો :ઈરાનના હુમલાની તસવીરો છુપાવવા અમેરિકાની સેટેલાઇટ કંપનીઓને વિનંતી, ટ્રમ્પ પ્રશાસનની લાચારીનો પર્દાફાશ
