World News/ ઈરાનના હુમલાની તસવીરો છુપાવવા અમેરિકાની સેટેલાઇટ કંપનીઓને વિનંતી, ટ્રમ્પ પ્રશાસનની લાચારીનો પર્દાફાશ

America અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં સૈન્ય મથકોને થયેલું નુકસાન છુપાવવા ટ્રમ્પ વહીવટીતંત્રે ખાનગી સેટેલાઇટ કંપનીઓને તસવીરો જાહેર ન કરવા વિનંતી કરી છે. પેન્ટાગોનના આ ડર વિશે વાંચો સંપૂર્ણ અહેવાલ.

international Top Stories World
America

Pentagon Bans Satellite Images: અમેરિકા (America) અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ટ્રમ્પ વહીવટીતંત્રની ભારે ફજેતી કરનારો ઘટસ્ફોટ થયો છે. ઈરાન દ્વારા અમેરિકાના સૈન્ય મથકો પર કરવામાં આવેલા હુમલામાં કેટલું નુકસાન થયું છે, તેની અસલી તસવીરો દુનિયા સામે ન આવે તે માટે અમેરિકાએ ખાનગી સેટેલાઇટ કંપનીઓ સામે હાથ જોડવા પડ્યા છે અને ઈમેજ જાહેર કરવા પર પ્રતિબંધ મુકાવ્યો છે.

પેન્ટાગોનને શેનો ડર છે?

અમેરિકી સંરક્ષણ વિભાગ ‘પેન્ટાગોન’ને ડર છે કે જો પાયમાલ થયેલા સૈન્ય મથકોના ફોટા બહાર આવશે, તો અમેરિકાની ‘મહાસત્તા’ તરીકેની ઈમેજ ધૂળધાણી થઈ જશે. દુનિયાને ખબર પડી જશે કે ઈરાને અમેરિકાની અજેય ગણાતી સેનાને લાચાર બનાવી દીધી છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાનું જાહેર અપમાન ટાળવાનો એક પ્રયાસ છે.

સેટેલાઇટ તસવીરો પર અચોક્કસ મુદતનો પ્રતિબંધ

અમેરિકાની વિનંતી બાદ દિગ્ગજ સેટેલાઇટ કંપનીઓએ મોટા ફેરફાર કર્યા છે:

પ્લેનેટ લેબ્સ: આ કંપનીએ ઈરાન અને મધ્ય-પૂર્વના યુદ્ધગ્રસ્ત વિસ્તારોની તસવીરો જાહેર કરવા પર અચોક્કસ મુદત માટે પ્રતિબંધ મૂકી દીધો છે.

વિલંબમાં વધારો: અગાઉ તસવીરો જાહેર કરવામાં 96 કલાક અને બાદમાં 14 દિવસનો વિલંબ રાખવાનો નિયમ હતો, જે હવે વધારીને અનિશ્ચિત કાળ માટે કરી દેવામાં આવ્યો છે.

કંપનીઓનો સહકાર: ટ્રમ્પ પ્રશાસનની ખાસ વિનંતી બાદ ‘મેક્સર’ અને ‘પ્લેનેટ લેબ્સ’ જેવી કંપનીઓએ આ નિર્ણય લીધો છે.

America નુકસાન છુપાવવા પાછળનો હેતુ

અમેરિકા (America) આ પુરાવાઓ છુપાવીને બે મુખ્ય લક્ષ્યો હાંસલ કરવા માંગે છે:

વધુ હુમલા અટકાવવા: દુશ્મન દેશો આ તસવીરો જોઈને અમેરિકાની નબળાઈ જાણી ન જાય અને વધુ હુમલા ન કરે.

જનતાની આખમાં ધૂળ નાખવી: અમેરિકી (America) જનતા અને વૈશ્વિક સમુદાય સમક્ષ પોતાની નબળાઈનો સંદેશ ન જાય તે માટે આ હકીકત છુપાવવામાં આવી રહી છે.


આ પણ વાંચો :બાંગ્લાદેશમાં પિતાએ ચાલતી ટ્રેન નીચે કૂદીને 2 વર્ષના દીકરાને બચાવ્યો, રુંવાડા ઉભા કરી દેતો વીડિયો વાયરલ

આ પણ વાંચો :એર ઈન્ડિયા બ્લાસ્ટના 40 વર્ષ બાદ કેનેડાની આંખ ઉઘડી, રિપોર્ટમાં ખાલિસ્તાની ઉગ્રવાદને ગણાવ્યું મોટું જોખમ

આ પણ વાંચો :નાઈજીરિયામાં ISIS નું ખૂની તાંડવ, ગુયાકુ ગામમાં 29 નિર્દોષ નાગરિકોના મોતથી મચ્યો હાહાકાર