Arrested/ અમદાવાદમાં MD ડ્ર્ગ્સ સાથે એક આરોપીની ધરપકડ,890 ગ્રામ જથ્થો જપ્ત

આજે ફરી  અમદાવાદમાંથી MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે રૂ. 18 લાખના 890 ગ્રામ ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ પણ કરી છે

Top Stories Gujarat

ગુજરાતમાં ડ્ર્ગ્સ અવિરત રીતે પકડાઇ રહ્યું છે. આજે ફરી  અમદાવાદમાંથી MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે રૂ. 18 લાખના 890 ગ્રામ ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ પણ કરી છે. શાહરૂખ પઠાણ નામના વ્યક્તિની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જોકે આ મામલે હવે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે શક્ય છે કે, પોલીસ તપાસમાં MD ડ્રગ્સને લઇને ચોંકાવનારા ખુલાસા થઇ શકે છે

નોંધનીય છે કે શહેરમાં હાલ યુવાધન મોટાપ્રમાણમાં ડ્રગ્સના રવાડે  છે જે ચિંતાજનક બાબત છે,રાજ્યમાં મોટાપાયે ડ્રગ્સ પકડાઇ રહ્યું છે,ગત અઠવાડિયાએ ડ્રગ્સની હેરાફેરી કરતી અમીના નામની મહિલા પકડાઇ હતી. આજે ફરી એકવાર શાહરૂખ નામનો વ્યક્તિ પકડાયો છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ અમદાવાદમાંથી ક્રાઈમ બ્રાન્ચે રૂ. 28 લાખના જથ્થા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઑની પૂછપરછમાં એક શખ્સ પોલીસનો બાતમીદાર રહી ચૂક્યો હોવાનો અને લોકડાઉનમાં ધંધો બંધ થઇ જતાં ડ્રગ્સના કાળો કારોબારમાં ધકેલાયો હોવાનો ચોંકાવનારા ખુલાસા થયા હતા