Ahmedabad News: સ્વામીનારાયણ સંપ્રદાય (Swaminarayan)ના કેટલાક સંત વિવાદ સર્જવા માટે જાણીતા છે. નવરાત્રિ (Navratri) મુદ્દે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સંતે બફાટ કરતા વિવાદ સર્જાયો છે. સ્વામીનારાયણના સંત અનુપમ સ્વરૂપ સ્વામીએ (Anupam Swarup Swamy) બફાટ કર્યો છે. તેમના આ બફાટે વિવાદોના વમળ સર્જયા છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિને લવરાત્રિ ગણાવી છે. નવરાત્રિને નવ દિવસનો નાઇટ ફેશન શો ગણાવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના બફાટથી સાધુસંતો પણ નારાજ થઈ ગયા છે. તેમણે જણાવ્યું હતું કે દરેકને પોતાની રીતે પોતાના જમાનાને અનુરૂપ માતાજીની ભક્તિનો અધિકાર છે.
સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો બફાટ દર્શાવે છે કે તે ધર્મને નવા સ્વરૂપમાં ઢળતો જોવાથી ખુશ નથી. સાધુસંતોનું માનવું છે કે યુવાનો કમસેકમ આટલા દિવસ તો તે બહાને ઇશ્વરની આરતી ઉતારે છે તે વાતથી તે ખુશ નથી. હવે તેઓએ સમય મુજબ અને સમયની માંગ મુજબ તથા નવી શૈલીને અનુરૂપ વસ્ત્રો ગરબા ગાવા માટે ધારણ કર્યા હોય તો તેની શું કામ વાંધો હોવો જોઈએ. આ વસ્તુને તેમણે સીધી ધર્મની મૂળ ભાવના સાથે જોડી દેવી ન જોઈએ.
અહીં ધર્મની મૂળ ભાવના યથાવત્ છે. તેની સાથે-સાથે દરેક જણ પોતાની શક્તિ, ક્ષમતા અને શૈલી તથા પોતાને અનુકૂળ હોય તે રીતે બીજાને નુકસાન કર્યા વગર ગરબે ઘૂમતા હોય તો તેની સામે બોલવાની શી જરૂર છે. નવરાત્રિને લવરાત્રિ કહેતા પહેલા તેમણે વિચારવું જોઈએ કે આ બધુ ફક્ત નવરાત્રિ પૂરતું જ સીમિત નથી. દરેક યુવાન જે પ્રેમ કરતો હોય, તે પછી આખુ વર્ષ જ પ્રેમ કરતો હોય, કંઇ તેનો પ્રેમ નવરાત્રિ પૂરતો જ સીમિત ન હોય. નવરાત્રિમાં કદાચ તે બહુબહુ તો પ્રેમને પ્રગટ કરતો હોય. આમ તેમણે અહીં યુવાનોના પ્રેમને પણ હીણો ચીતર્યો છે જે યોગ્ય બાબત નથી.
આશ્ચર્યની વાત એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયે પોતે પણ આ વિવાદ સાથે છેડો ફાડ્યો છે. તેમણે જણાવ્યું છે કે આ તેમનું વ્યક્તિગત નિવેદન કે મત હોઈ શકે, પણ કોઈ આખા સંપ્રદાયનો મત ન હોઈ શકે. તેથી તેમના આ અભિપ્રાય સાથે સંપ્રદાયને કોઈ નિસ્બત નથી. એક સાધુના નિવેદન બદલ આખા સંપ્રદાય પર કાદવ ન ઉછાળાય. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો પણ નવરાત્રિમાં ભાગ લે જ છે.
આ પણ વાંચો: અમેરિકામાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ:ઉપદ્રવીઓએ લખ્યું- ‘હિન્દુઓ પાછા જાઓ
આ પણ વાંચો: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા ઠગાઈનો મામલો
આ પણ વાંચો: સોખડા સ્વામિનારાયણ મંદિર આપઘાત કેસમાં કોર્ટે તપાસને આપી મંજૂરી
