ગુજરાતમાં વિધાનસભા ઇલેક્શનને લઇને પડધમ વાગી ચૂક્યા છે. જુદા-જુદા પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરવા લાગ્યા છે. સાથે જ પક્ષ તરફથી ટિકિટ ના મળતા રિસામણા કરી અન્ય પક્ષમાં પગ પેસારો કરવાની ગતિવિધીયો પણ શરૂ થઇ ગઇ છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં સ્થાનિક ઉમેદવાર ઉભા રાખવાની માગ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીમાં પણ આ મુદ્દે મગજમારી શરૂ થઇ ગઇ છે.
સુત્રો દ્ધારા મળતી માહિતી પ્રમાણે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ સાથે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના અમીરગઢ જીલ્લા પ્રમુખને રૂબરૂ મળવા પહોંચ્યા હતા. આની સાથે ઉગ્ર કાર્યકરોએ એમ પણ કહ્યું કે જો આ ઉમેદવારને નહીં બદલો તો અમે તેને હરાવી દઈશું.
જયારે બીજી બાજુ દાંતા બેઠક પરથી આયાતી ઉમેદવારનો જોરદાર વિરોધ કરાઈ રહ્યો છે. અત્યારે અહીં વિવિધ પ્રમુખો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ અને ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન તેમના દ્વારા સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવાની માગ કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે દાંતાથી એમ.કે.બોમ્બાડિયાને ઉમેદવાર પસંદ કરાતા લોકો આનો વિરોધ કરી રહ્યા છે.
