વોશિંગ્ટન,
અમેરિકન સેનેટ દ્વારા સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CIA)નું નેતૃત્વ કરવા માટે જિના હાસ્પેલના નામને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ જિના સીઆઈએની પ્રથમ મહિલા નિર્દેશક બની ગયા છે. ગુરુવારે સેનેટની ગુપ્તચર (ખુફિયા) સમિતિમાં થયેલા મતદાન પછી જિનાના નામની પુષ્ટિ કરવામાં આવી હતી. આ મતદાનમાં જિનાના સમર્થનમાં ૧૦ જયારે વિપક્ષના પક્ષમાં પાંચ મત પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સીઆઈએમાં જોડાયા ત્યારે તેઓ દરમિયાન જિના હાસ્પેલની સંદિગ્ધ આતંકવાદીઓને પ્રતાડિત કરવાની રીતરસમોને લઈને તેમની ટીકાઓ થતી રહી છે. તે ૨૬/૧૧ ના હુમલાઓના સંભવિત આતંકવાદીઓની પૂછપરછમાં વોટરબોડિંગ જેવી ક્રૂરતાપૂર્વકની ટેકનિકોને અપનાવતી હતી જેથી તે હંમેશા નિશાના પર રહી હતી.
સીઆઈએના આગામી નિર્દેશકના પદ માટે જિનાના નામની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ પસંદગી કરી હતી. તેની જીત પછી તુરત જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે, “અમારી નવી સીઆઈએ નિર્દેશક જિના હાસ્પેલને અભિનંદન.” દેશને ૭૦ વર્ષના ઈતિહાસમાં સીઆઈએની પ્રથમ મહિલા નિર્દેશક બનશે.
જિના આશરે ત્રણ દાયકાથી સીઆઈએની અધિકારી છે અને ટૂંક સમયમાં જ સીઆઈએ પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરશે. તેઓ આફ્રિકા, યુરોપ અને વિશ્વમાં કેટલીય ગુપ્ત જગ્યાઓ પર કામ કરી ચૂકી છે. ગત વર્ષે તેઓએ સીઆઈએના ઉપ-નિર્દેશક તરીકે પસંદ કરવામાં આવી હતી.
