Not Set/ સુરતનાં ઍથ્લીટનો ભરૂચમાં આપઘાત, પરિવારે કહ્યું તે માનસિક રીતે નબળો નહોતો

  સુરત. સૂરતના બમરોલી ખાતે ગોવાલક રોડ પર આવેલાં ઉમિયાનગર સોસાયટીમાં રહેતો અંકિત રામકરણ સિંઘનાં ભુજમાં આપઘાત કરી લેવાની ખબર મળતા સમગ્ર પરિવાર સહીત તેનાં મિત્ર વર્તુળમાં માયૂસીનો માહોલ છવાઈ ગયો હતો. અંકિત રામકરણ સિંઘ ટાઈકવૉન્ડો રમતનો ખેલાડી સહિત પ્રાઇવેટ કોચિંગ પણ કરતો હતો. અંકિત ગત 7 મી સપ્ટેમ્બરે સાંજના સમયે ભરૂચ શહેરનાં કસક વિસ્તારમાં […]

Top Stories Surat

 

સુરત.

સૂરતના બમરોલી ખાતે ગોવાલક રોડ પર આવેલાં ઉમિયાનગર સોસાયટીમાં રહેતો અંકિત રામકરણ સિંઘનાં ભુજમાં આપઘાત કરી લેવાની ખબર મળતા સમગ્ર પરિવાર સહીત તેનાં મિત્ર વર્તુળમાં માયૂસીનો માહોલ છવાઈ ગયો હતો. અંકિત રામકરણ સિંઘ ટાઈકવૉન્ડો રમતનો ખેલાડી સહિત પ્રાઇવેટ કોચિંગ પણ કરતો હતો.

અંકિત ગત 7 મી સપ્ટેમ્બરે સાંજના સમયે ભરૂચ શહેરનાં કસક વિસ્તારમાં આવેલી શ્રી પ્લાઝા હોટલમાં ગયો હતો. જ્યાં તેણે પોતાની ઓળખ સ્પોર્ટસ ટીચર તરીકે આપી તેના ઓળખકાર્ડ બતાવી રૂમ ભાડે રાખ્યો હતો. જે બાદ તે તેના રૂમમાં ગયાં બાદથી પરત બહાર નિકળ્યો જ ન હતો. તે તેનું જમવાનું પણ રૂમમાં જ મંગાવતો હતો, અને અડધો દરવાજો ખોલીને તે જમાવાનો સામાન લેતો હતો.

દરમિયાન 9 સપ્ટેમ્બરનાં રોજ સવારે 11.30 કલાકના અરસામાં તેણે તેના ઇન્ટરકોલથી ફોન કરીને રિશેપ્સન પર જણાવ્યું હતું કે, તે આજે રૂમ ખાલી કરીને જવાનો હોય તેને બપોરે 2 કલાકના અરસામાં ઉઠાડવામાં આવે. જેના પગલે હોટલનાં કર્મીઓએ તેને ઉઠાડવા ઘણીવાર સુધી રૂમ ખખડાવતાં તેણે રૂમ ખોલ્યો ન હતો. જેના પગલે તેમણે આખરે માસ્ટર ચાવીથી રૂમ ખોલી અંદર પ્રવેશી જોતાં અંકિત પંખા સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં જણાયો હતો.

હોટલ સંચાલકોએ તુરંત ભરૂચ સી ડિવિઝન પોલીસને જાણ કરતાં પીએસઆઇ પી. વી. પાટીલ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતકનાં દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેના પરિવારજનોને જાણ કરતાં તેઓ ભરૂચ પહોંચ્યા હતા. યુવાનનો પરિવાર ભરૂચ પહોંચતા પોલીસે યુવાનનો મૃતદેહ પરિવારને સોંપી દીધો હતો. પરિવાર પહોંચે તે પહેલાં પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવતા પરિવારજનોએ ફરીથી પોસ્ટમોર્ટમ કરવાની માંગણી કરી હતી. ફરી પોસ્ટમોર્ટમની માંગણી કરી મૃતદેહને 36 કલાક સુધી અંતિમ સંસ્કાર કર્યા ન હતા.

હવે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પરિવારજનોએ જણાવ્યું હતું કે, 9 સપ્ટેમ્બરના રોજ સવારે સંબંધી સાથે વીડિયો કોલ કરી વાત કરી હતી. તેણે આત્મહત્યા કરી નથી. ઘટનાના દિવસે તે ઘણો ખુશ હતો. અમે ભરૂચ પહોંચ્યા ત્યાં સુધીમાં પોલીસે મૃતદેહ સોંપી દીધો હતો. અને કહ્યું હતું કે, તેણે આત્મહત્યા કરી છે. મૃતદેહને સુરત લાવવામાં આવ્યો અને પરિવારે નક્કી કર્યું હતું કે, બીજીવાર પોસ્ટમોર્ટમ ન કરવામાં આવે ત્યાં સુધી અંતિમસંસ્કાર કરવામાં નહીં આવે. જેમાં 36 કલાકનો સમય જતો રહ્યો. દરમિયાન પરિવારના કેટલાક સભ્યો ભરૂચ ગયા. જ્યાં જાણ થઈ કે, રૂમમાં અને બાથરૂમમાં લોહી મળી આવ્યું હતું અને ખુરશી પણ તૂટેલી હતી.

મૃતક અંકિતની સાથી મિત્ર ખુશી ડારા અને નિધિ શુક્લએ જણાવ્યું હતુ કે,

Khushi Dara and Nidhi Shukla(on Right Side)

અંકિત સિંઘ સાથે અમે લોકો પ્રેકટીસ કરતાં હતા અને ઘણી વાર રમતગમત મામલે દિલ્લી વગેરે પણ ગયા હતા. અંકિત સિંઘ કોઈ દિવસ આ પ્રકારનું પગલું ન ભરી શકે. જેથી સમગ્ર બાબતની ચોક્સાઈથી તપાસ થવી જોઈએ અને અંકિત સિંઘનાં સભ્યોને ન્યાય મળવો જોઈએ.”

જયારે અંકિત સિંઘનાં સબંધી અશોક કુમાર સિંઘે જણાવ્યું હતું કે,

Ashok Kumar Singh (Relative)

અંકિત એક એથ્લીટ હતો. ઍથ્લીટની માનસિકતા એટલી નબળી ના હોઈ શકે કે તે આત્મહત્યા જેવો પ્રયાસ કરાવવા મજબુર કરે. જેથી સમગ્ર મામલાની ફરીથી તાપસ થવી જોઈએ. અંકિતે કથિત આપઘાત થયા પહેલા તેના પિતા સાથે વાત પણ કરેલઈ હતી. ત્યારે તેના ચહેરા પર બિલકુલ પણ ચિંતા નહોતી જણાતી. સાથોસાથ પરિવારનાં ભરૂચ ઘટના સ્થળે પહોંચવા પહેલા પોસ્ટ મોર્ટમ થઇ જવાની બાબત પણ સામે આવી છે. જેથી આ મુદ્દે કડક તપાસ થવી અનિવાર્ય છે.”

જયારે મૃતક અંકિતનાં પિતા રામકૃષ્ણસિંઘ પુત્ર ગુમાવવાની ગમગીન અવસ્થામાં મંતવ્ય ન્યુઝને 7 સપ્ટેમ્બરનાં ભરૂચ જવાથી પોલીસ દ્વારા તેમના પુત્રની મોતનાં સમાચાર આવવાની સમગ્ર ઘટના જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે અંકિત ક્યારેય આવું નજીવું પગલું ન ભરી શકે.

Ramkrishna Singh (Ankit’s Father)