Surat News/ સુરતમાં બાળક રમતા રમતા ચોથા માળેથી નીચે પટકાતા મોત

સુરતના ડીંડોલી વિસ્તારમાંથી કાળજું કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે

Top Stories Gujarat Surat

Surat News : સુરતના ડીંડોલી વિસ્તારમાંથી કાળજું કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. સંતોક પાર્ક સોસાયટીમાં ચોથા માળેથી બાળક પટકાયું હતું. રમતા રમતા નીચે પટકાતા બાળકને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયું હતું. જ્યાં હોસ્પિટલમાં બાળકનું 12 કલાકની સારવાર બાદ મોત થયું છે.આ ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, બાળક અચાનક જ નીચે પટકાય છે ત્યારે આજુ બાજુ ઉભેલા લોકો તરત જ તે ઘટનાસ્થળે દોડી આવે છે. બાળકને ત્યાંથી ઉચકી લે છે. હોસ્પિટલ લઈ જવાની ગતિવિધિઓ કરે છે.

માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. કારણ કે, પોતાના નાના બાળકને એકલું મૂકવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે, તે આ ઘટના પરથી જાણી શકાય છે. વર્તમાન સમયમાં રમતા રમતા બાળક પાણીમાં પડી જવાથી કે બોરવેલમાં ખાબકી જવાથી કે પછી ધાબા પરથી પડી જવાથી મોતના કિસ્સોઓ વધી રહ્યાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્વ મહિલાએ હાઇકોર્ટમાં કરી અરજી,લગ્નની લાલચ આપી બાંધ્યો શારીરિક સંબધ

આ પણ વાંચો:પ્રાંતિજ વિધાનસભાના બેઠક પર ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારની 70,000ની લીડથી જીત થઈ

આ પણ વાંચો:પ્રાંતિજ MLA અને સાબરકાંઠા બેંકના ચેરમેન સામે ફરિયાદ, રાજસ્થાનના શિરોહીમાં છેડતીનો ગુનો નોંધાયો,પ્રાંતિજના MLA અને પૂર્વ પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર