અરજી/ રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્વ મહિલાએ હાઇકોર્ટમાં કરી અરજી,લગ્નની લાલચ આપી બાંધ્યો શારીરિક સંબધ

ગુજરાતના રાજયકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. પોલીસે ફરિયાદ ના લેતા મહિલાએ હાઈકોર્ટમાં અરજી કરી છે.

Top Stories Gujarat
12 16 રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્વ મહિલાએ હાઇકોર્ટમાં કરી અરજી,લગ્નની લાલચ આપી બાંધ્યો શારીરિક સંબધ

ગુજરાતના રાજયકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. પોલીસે ફરિયાદ ના લેતા મહિલાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. આ ધટનામાં લગ્નની લાલચ આપી રાજયકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે શારીરિક સંબંધ બાંધ્યાનો આરોપ લાગતા ખળભળાટ મચ્યો છે. મહિલાની ફરિયાદ સામે પોલીસે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મહિલાની ફરિયાદ ખોટી છે. જેની જવાબ પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. એટલું જ નહીં, પોલીસે કોર્ટમાં રાજકીય અદાવત રાખી બદલો લેવાની આડમાં આ ષડયંત્ર ઘડ્યું હોવાનું જણાવ્યું હતું.

રાજયકક્ષાના મંત્રી ગજેન્દ્ર સિંહ સામે હાઇકોર્ટમાં અરજી થયા બાદ મહિલાની ફરિયાદ સામે પોલીસે કોર્ટમાં ખુલાસો કરતા ખળભળાટ મચ્યો છે. જેમાં મહિલાએ રાજ્યકક્ષાના મંત્રી પર રાજકીય અદાવત રાખી બદલો લેવાનો પોલીસે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. પોલીસનો કોર્ટમાં જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, મહિલાની ફરિયાદ ખોટી છે

નોંધનીય છે કે, મહિલાએ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યાનો રાજયકક્ષાના મંત્રી ગજેન્દ્ર સિંહ સામે આક્ષેપ કર્યો હતો. મહિલાએ સૌથી પહેલા પોલીસ ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે ફરિયાદ ના લેતા તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. મહિલાની ફરિયાદ સામે પોલીસે કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે અને વધુ સુનાવણી 15 જૂને હાથ ધરાશે.

 ઉલ્લેખનીય છે કે    કે, અગાઉ પણ રાજ્યકક્ષાના મંત્રી પર દુષ્કર્મનો આરોપ મુકનારે ઝેર પી લીધું હતું. દુષ્કર્મનો આક્ષેપ કરનાર મહિલાએ સરકારના મંત્રીની ધમકી સામે ઝેર પીધું હોવાની વાત સામે આવી હતી. જેમાં ગાંધીનગર પોલીસે રાજકીય દબાણ હેઠળ કેસ ન લેતા મહિલાએ હાઇકોર્ટમાં દાદ માંગી હતી.