Pakistan/ PM મોદીના આ કામની પાકિસ્તાની મીડિયાએ કરી પ્રશંસા

ડૂબતી અર્થવ્યવસ્થા બાદ સમગ્ર પાકિસ્તાનમાં લોકો શહેબાઝ શરીફ સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. તો પાકિસ્તાનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસામાં કરવામાં આવી…

Top Stories World
Pak Admired work of PM Modi

Pak Admired work of PM Modi: પાકિસ્તાન આ સમયે ભૂખમરાની આરે પહોંચી ગયું છે. દેશના વડાપ્રધાને પણ સ્વીકાર્યું છે કે પાકિસ્તાન ભીખ માંગવા મજબૂર છે. ડૂબતી અર્થવ્યવસ્થા બાદ સમગ્ર પાકિસ્તાનમાં લોકો શહેબાઝ શરીફ સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. તો પાકિસ્તાનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસામાં કરવામાં આવી રહી છે. કહેવામાં આવ્યું છે કે ભારત હાલમાં એક સારા નેતાના હાથમાં છે. પહેલીવાર ભારત અને ભારતના વડાપ્રધાનના વખાણ કરતા પાકિસ્તાનના એક અખબારમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદીએ ભારતને એવી ઊંચાઈ પર લઈ ગયા છે જ્યાંથી દેશ પોતાનો પ્રભાવ ફેલાવી શકે છે. તેની શરૂઆત થઈ ચૂકી છે. પાકિસ્તાની અખબાર ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’માં પ્રકાશિત થયેલા એક લેખમાં લખ્યું છે કે, PM મોદીના નેતૃત્વના કારણે જ ભારતની વિદેશ નીતિમાં સુધારો થયો છે અને દેશની GDP 3 ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ભારત આ સમયે તમામ રોકાણકારો માટે પ્રિય સ્થળ બની ગયું છે. તેમણે લેખમાં ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે PM મોદીની અધ્યક્ષતામાં ભારતે વિદેશ નીતિના મોરચે પોતાનું અલગ ક્ષેત્ર સ્થાપિત કર્યું છે, એટલે કે બદલાતા સમયમાં પણ ભારતે વૈશ્વિક સ્તરે પોતાનો પ્રભાવ વધાર્યો છે. વૈશ્વિક મંચો પર ભારતની સ્વીકૃતિ વધી છે. વિદેશ નીતિના મામલે ભારતની સર્વોપરિતા વધી છે. ભારત એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ અને આઈટી ઈન્ડસ્ટ્રીનું મોટું હબ રહ્યું છે. આ લેખમાં લખવામાં આવ્યું છે કે કૃષિ ક્ષેત્રે, ભારતની પ્રતિ એકર ઉપજ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે અને 1.4 અબજની વસ્તી હોવા છતાં ભારતમાં પ્રમાણમાં સ્થિર, સુસંગત અને કાર્યકારી રાજનીતિ છે.

આંકડાઓને ટાંકીને શહઝાદ ચૌધરીએ તેમના લેખમાં કહ્યું કે ભારતની નરેન્દ્ર મોદી સરકાર સમયની કસોટી પર ખરી ઉતરી છે. તેમણે લખ્યું, ‘મોદીએ ભારતને એક બ્રાન્ડ બનાવવા માટે એવા કામ કર્યા છે, જે તેમના પહેલા કોઈ કરી શક્યું નથી. ખાસ વાત એ છે કે ભારતને જે ગમે છે અને જે જોઈએ છે તે કરે છે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરી હતી અને તેને સંપૂર્ણ સ્વતંત્ર ગણાવી હતી.વિદેશ નીતિ અલગ છે, કારણ કે અમેરિકાના વિરોધ છતાં ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાના નિર્ણય પર અડગ છે. ઑક્ટોબર 2022 માં પણ ઇમરાન ખાને ભારતની વિદેશ નીતિના વખાણ કરતાં કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી પોતાની મરજીથી તેલ ખરીદવા સક્ષમ હતું, જ્યારે પાકિસ્તાન પશ્ચિમનું ગુલામ હતું કારણ કે તે તેના લોકોના કલ્યાણ માટે નિર્ભય નિર્ણયો લેવામાં અસમર્થ હતું.

આ પણ વાંચો: Union Budget 2023/શું આવકવેરામાં મળશે છૂટ, નિર્મલા સીતારમણે બજેટ પહેલા કરદાતાઓ માટે આપ્યો મોટો સંકેત