અમદાવાદ/ SG હાઇવે પરના ફનપાર્કમાં આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે

ગોતા-છારોડી રોડ પર આવેલા એમેઝોન પાર્કમાં આગ લાગી છે. ફન પાર્કમાં આગ લાગતાં અફરાતફરી જોવા મળી રહી છે.

Top Stories Ahmedabad Gujarat
ફન પાર્કમાં આગ
  • અમદાવાદઃ SG હાઇવે પરના ફનપાર્કમાં આગ
  • ફાયરવિભાગ ની 5 ગાડીઓ ઘટના સ્થળે
  • આગ લાગવાનું કારણ અકબંધ

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ગોતા-છારોડી રોડ પર આવેલા એમેઝોન પાર્કમાં આગ લાગી છે. ફન પાર્કમાં આગ લાગતાં અફરાતફરી જોવા મળી રહી છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે થોડા સમયમાં જ આ પાર્કનું ઉધ્ઘાટન થવાનું હતું તે પહેલા જ આ આગની ઘટના સામે અવી છે.

આગની ઘટના અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં હાલ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ દોડી આવી છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, આજે (સોમવાર) બપોરના સમયે ગોતા વિસ્તારમાં આવેલા ફન પાર્કમાં આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગ વિકરાળ બની ગઈ હતી. ઘટનાને પગલે ગેમ ઝોન તથા આસપાસના વિસ્તારમાં અફરાતફરીના દ્રશ્યો જોવા મળ્યા હતા.હાલ ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. જોકે, આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. આ સાથે જ પાર્કમાં અંદર કોઇ વ્યક્તિ ફસાયેલા છે કે કેમ? તે અંગે પણ ફાયરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:M.S યુનિવર્સિટી ફરી વિવાદમાં,સાયન્સ ફેકલ્ટીના વિભાગમાં નમાઝ પઢતો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત,પાંચ જિલ્લામાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન

આ પણ વાંચો:વણાકબારામાં માછીમારોના લાભ માટે બે દિવસના સેમીનારનું આયોજન, અપાઈ મહત્વની જાણકારી