દીવમાં માછીમારીનો વેપાર કરતા લોકોને લાભ થાય તેના માટે દીવના વણાકબારા ખાતે નેશનલ કોપરેટીવ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મિનીસ્ટ્રી ઓફ ફિશરીઝ એનિમલ હોસ્બેનરી તથા ડાયરી ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા બે દિવસના સેમીનારનું આયોજન કર્યું હતું. જેમા માછીમારોને તેમા લાભો વિશેની જાણકારી આપવામાં આવી હતી.ખાસ કરીને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ મળતા લાભોની તથા તેમણે મત્સ્ય ઉધોગને કેવી રીતે વિકસાવી શકે છે. તથા માછીમારી કરતા હોય, ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી.
દીવના વણાકબારા ખાતે નેશનલ કોપરેટીવ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મિનીસ્ટ્રી ઓફ ફિશરીઝ એનિમલ હોસ્બેનરી તથા ડાયરી ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા ફિશરીઝ કોપરેટીવ સોસાયટી માટે બે દિવસીય સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ના મુખ્ય વ્યવસાય ને ફાયદો તથા માછીમારો માટે યોજનાઓ લાભદાયક નિવડે તેને લઈને દીવના વણાકબારા ખાતે લીનાક રિઝનલ ટ્રેનિંગ સેન્ટર ગાંઘીનગર તથા નેશનલ કોપરેટીવ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મિનીસ્ટ્રી ઓફ ફિશરીઝ એનિમલ હોસ્બેનરી તથા ડાયરી ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા બે દિવસીય સેમિનારનું આયોજન થયું, સેમિનાર માં દીવ ની ફિશરીઝ કોપરેટિવ સોસાયટી ના હોદેદારો તથા પ્રમુખને ગાંઘીનગરથી પધારેલ ડેપ્યુટી ડાયરેકટર અભિજીત કુલકર્ણી, આસિસ્ટન્ટ પ્રોફેસર બી.જી.ચુડાસમા, પ્રોફેસર ડી.બર્મા એ માછીમારો ને લગતી યોજનાઓની જાણકારી આપી, ખાસ કરી ને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ મળતા લાભો ની પણ માહિતી આપી.
તેમણે મત્સ્ય ઉધોગને કેવી રીતે વિકસાવી શકાય તથા માછીમારી કરતા હોય ત્યારે કઈ કઈ બાબતોનુ ધ્યાન રાખવું વગેરે માહિતી પણ પૂરી પાડી હતી.જેમાં ખાસ કરીને એફ.એફ.પી.ઓ. યોજના હેઠળ સો સભ્યોનું રજીસ્ટ્રેશન કરવા થી તથા શેર કેપિટલ સામે સરકાર પણ શેર કેપિટલ આપે અને જેમા 18 લાખ સુધીની યોજનાનો લાભ ફિશરીઝ કોપરેટીવ સોસાયટી ઉઠાવી શકશે.
આ યોજનાઓ સિવાય પણ બીજી ઘણી એવી યોજનાઓ છે જે માછીમારો ને લાભદાયક નિવડે તેની માહિતી આપવામાં આવી, આજરોજ આ સેમિનાર માછીમારોને વિસ્તૃત જાણકારી અપાઈ, અને તેનો માછીમારો વધુ ને વધુ લાભ લે તેવું જણાવ્યું હતું, કાર્યક્રમ દરમિયાન ફિશરીઝ ઓફિસર સુકર આંજણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમ વણાકબારા ગ્રામ પંચાયત હોલ ખાતે યોજાયો હતો.
આ પણ વાંચો:સગીરા સાથે બે શખ્સો આચર્યું દુષ્કર્મ, ગર્ભવતી થતાં ઘટના ભાંડો ફૂટ્યો
આ પણ વાંચો:ખેડૂતે કરી ઓર્ગેનિક ખેતી, 400 વીઘાની વાડીમાં દેશી ખાતરથી ખેતી
આ પણ વાંચો:મહેસાણામાં પતંગ લુંટવા જતા બાળક પડયો કૂવામાં, ફાયર વિભાગ દ્વારા શોધખોળ ચાલુ