જામનગર/ ખેડૂતે કરી ઓર્ગેનિક ખેતી, 400 વીઘાની વાડીમાં દેશી ખાતરથી ખેતી

ઓર્ગેનિક ખેતીને આગળ ધપાવવા જામનગરના ઉધોગપતિએ શેરડીમાંથી તૈયાર કર્યું દેશી ગોળ.. અન્ય ખેડૂતો માટે ઉત્તમ ઉદાહરણ.

Gujarat Others
ઓર્ગેનિક ખેતી

સામાન્ય રીતે ગુજરાતી ભોજનમાં ગોળ ખૂબ મહત્વ ધરાવે છે, ત્યારે ગુજરાતનાં હાલાર પંથકમાં એટલે કે જામનગર જિલ્લામાં દેશી ઓર્ગેનિક ગોળની માંગ વધી છે.બજારમાં મળતાં ગોળ કરતાં લોકો દેશી ગોળ ખાવાનો આગ્રહ રાખે છે.ત્યારે જામનગરના એક ઉધોગપતિએ પોતાની વાડીમાં શેરડીમાંથી ગોળ બનાવવાની અનોખી પદ્ધતિ ચાલુ કરી છે અને કેમિકલ રહિત એટલે કે, ઓર્ગેનિક ગોળ વાડી પરથી જ તૈયાર કરી વેચવાનું શરૂ કર્યું છે. જામનગરથી 23 કી.મી. સસોઈ ડેમ નજીક જામનગરનાં જાણીતા ઉધોગપતિ જોબનપુત્રા પરિવારની વાડી આવેલી છે. મૂળ હળવદનાં ખેડૂતને ઓર્ગેનિક ખેતી કરવાની પ્રેરણા તેમનાં 98 વર્ષનાં પિતાએ આપી છે. 98 વર્ષે સ્વસ્થ પિતા હળવદમાં ખેતી કરે છે, ત્યારે તેમના પુત્રો જામનગરમાં ખૂબ મોટું ઔદ્યોગિક એકમ ધરાવે છે. સાથે સાથે પિતાનું સ્વસ્થ જોઈ જોબનપુત્રા ભાઈઓ પણ સ્વસ્થ જીવન જીવવાની પ્રેરણાથી પોતાની 400 વીઘાની વાડીમાં અલગ અલગ પ્રકારની ઓર્ગેનિક કેમિકલ રહિત દેશી ખાતરથી ખેતી ચાલુ કરી અને ગાયના ગૌમૂત્ર, છાણ વગેરે અનેક દેશી ખાતર સાથે આ વર્ષે શેરડીનો મબલક પાક લઈ ખેડૂતોને ઓર્ગેનિક દેશી ખાતર સાથેની ખેતી માટે પ્રેરિત કર્યા છે.

53 વીઘામાં 2005  બ્રાન્ડની શેરડીનું વાવેતર કરી અને દેશી ખાતરની મદદથી 11 મહીને થતી શેરડી 9.5 મહિનામાં પાક લીધો અને આ શેરડીનાં પાકને માર્કેટમાં વેચવાને બદલે પોતે જ આ શેરડીમાંથી દેશી કેમિકલ વગરનો ગોળ બનવાનું નક્કી કરી, પોતાની વાડીમાં જ શેરડીની વાડ ચાલુ કરી છે. આ વર્ષે 80 થી 100 ટન ગોળ બનાવવાની શકયતા ખેડૂતે વ્યક્ત કરી છે.

Untitled 19 ખેડૂતે કરી ઓર્ગેનિક ખેતી, 400 વીઘાની વાડીમાં દેશી ખાતરથી ખેતી

જામનગર નજીક જોબનપુત્રા પરિવારની વાડીમાં ઓર્ગેનિક ખેતી જોઈ આસપાસના અન્ય ખેડૂતો પણ પ્રેરિત થયા છે.અને પોતાના ખેતરોમાં પણ ઓર્ગેનિક ખેતી કરવા ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.જોબનપુત્રા પરિવારની 400 વિઘા વાડીમાં શેરડી ની સાથોસાથ સીતાફળ, કેળાનું પણ વાવેતર કરવામાં આવે છે. અને આ તમામ ખાતર કે કેમિકલ વગરનું વાવેતર કરવામાં આવે છે. કોડીનારથી શેરડીના બી લઈ જામનગરમાં પોતાની વાડીમાં છાણિયું ખાતર, જીવમૃત અને તીખી ધતુરાની દવા થી આ શેરડીનું વાવેતર કરવામાં આવે છે.

કઈ રીતે બને છે દેશી ગોળ…..!

શેરડીને સૌ પ્રથમ વાઢીને ભેગી કરવામાં આવે છે.ત્યાર બાદ આ શેરડીનો રસ કાઢી એક મોટા બાઉલ જેવા વાસણમાં કાઢી ધીમા તાપે ગરમ કરવામાં આવે છે.આ રસને અલગ અલગ 4  મોટા વાસણમાં 150 થી 200 ડિગ્રી સુધી ગરમ કરવામા આવે છે.અને તેમાંથી ક્ષાર અને ફીણ કાઢી એકદમ ઘટ થાય ત્યાં સુધી એને ગરમ કરવામા આવે છે.ઘટ થયેલા રસને મોટા વાસણમાં ઠંડું કરતાં ગોળ તૈયાર થઈ જાય છે.. ત્યાર પછી આ ગોળને અલગ અલગ પેકિંગમાં પેક કરવામા આવે છે.

Untitled 19 1 ખેડૂતે કરી ઓર્ગેનિક ખેતી, 400 વીઘાની વાડીમાં દેશી ખાતરથી ખેતી

કેમિકલ રહિત ગોળ ખાવાથી થતાં ફાયદા….

સૌપ્રથમ વખત જામનગરમાં દેશી રીતે ગોળ તૈયાર કરવામાં આવ્યું હોવાનું આ ઉત્તમ ઉદાહરણ છે. આમ તો શેરડી મોટા ભાગે જામનગર બહારથી આવતી હોય છે, પરંતુ કેમિકલ રહિત શેરડી એટલે કે ગૌ મૂત્ર,થી ખેતરમાં વાવેતર કરેલ શેરડીનો રસ અહીંયા પ્રથમ વખત બનાવવામાં આવ્યું છે. આ શેરડીના રસને અલગ અલગ ચાર મોટા વાસણમાં 200 ડીગ્રી સુધી ગરમ કરવામાં આવે છે.ત્યારબાદ વરાળ નીકળ્યા પછી તેને બહાર કાઢવામાં આવે છે, અને તૈયાર થાય છે દેશી ગોળ.આ ગોળ આરોગવાથી કોઈ બીમારી કે સ્વસ્થને નુકશાની થતી નથી. અને મીઠાશ પણ એટલી જ લાગે છે જેટલું મીઠું નામ ગોળનું છે. જોબનપુત્રા પરિવારની વાડીમાં શેરડીના વેસ્ટને પણ ફેંકવાની જગ્યા એ યોગ્ય ઉપયોગ માં લેવામાં આવે છે.

આમ, જામનગરમાં ઉધોગપતિએ ખેડૂતોને એક નવી દિશા સાથે ઓર્ગેનિક ખેતી કરવા આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જો કે, દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખેડૂતો ને ઓર્ગેનિક ખેતી તરફ વળવા અપીલ કરી છે.ત્યારે હવે ધીમે ધીમે ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે.અને ઓર્ગેનિક ખેતીથી પ્રેરિત થઈ રહ્યા છે. જેનાથી લોકોનું સ્વસ્થ જળવાઈ રહેશે અને ખાદ્ય વસ્તુમાં સ્વાદ પણ એટલો જ સારો રહેશે.સાથોસાથ ધરતીપુત્રોની આવક પણ બમણી થશે તે વાતને પણ નકારી શકાતી નથી.

આ પણ વાંચો:અલથાણ પોલીસે દારૂની 4,308 બોટલો સાથે 2 આરોપીની કરી ધરપકડ

આ પણ વાંચો:જૈન તીર્થનગરી પાલીતાણામાં રસ્તાને લઈને લોકો ત્રાહિમામ, એકથી દોઢ ફૂટનાના પડ્યા ખાડા

આ પણ વાંચો:જંબુસરના આ ગામમાં ગેસ કંપનીએ વધારી લોકોની મુશ્કેલીઓ, તંત્રમાં રજુઆત કરવા છતાં પણ…