- પતંગ લૂંટવા જતા બાળક કૂવામાં પડ્યો હોવાની શંકા
- ઉંઝાના રામ નગર રેસિડેન્સી નજીકની ઘટના
- ઘાસચારા વચ્ચે કૂવો ન દેખાતા બાળક કુવામાં પડ્યો
હવે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ધાબા પર કે ઉંચાઈ ઉપર ખુલ્લી જગ્યામાં પતંગ ચગાવતા તેમજ રસ્તા પર વાહન ચલાવતી વખેત ખાસ ધ્યાન રાખવું પડે તેવી પરિસ્થિતિ આવી પહોંચી છે. ખાસ તો જો તમારા ઘરમાં નાનું બાળક હોય અને તે પતંગ ચગાવવા કે પકડવા એકલું જ જતું હોય તો આી પરિસ્થિતિમાં તેની સાથે રહેવું જરૂરી છે. આવી જ એક ઘટના મહેસાણામાં બની છે. જ્યાં પતંગ લુંટવા જતા બાળક કુવામાં પડયો હતો. ઘાસચારા વચ્ચે કૂવો ન દેખાતા બાળક કૂવામાં પડ્યો હતો જે બાદ ફાયર વિભાગ ટીમોને જાણ કરાઈ હતી. હાલ બાળકની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાન થતા લોકોના ટોળેટોળા કુવા નજીક એકઠા થવા લાગ્યા છે.
મહેસાણામાં પતંગ લુંટવા જતા બાળક કૂવામાં પડ્યો હતો. ઉંઝાના રામનગર રેસિડેન્સી નજીક પતંગ લુંટવા જતા બાળક કૂવામાં પડ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘાસચારા વચ્ચે કુવો ન દેખાતા બાળક કૂવામાં પડ્યો હતો. બાળક કૂવામાં પડતા ફાયર ટિમને જાણ કરવામાં આવી હતી. ત્યારે ઘટનાને લઈ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે ફાયર ટીમ સ્થળ પર પહોંચી બાળકને બહાર નિકાળ્યો હતો. જે બાદ બાળકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો જ્યાં બાળકનું મોત નિપજ્યુ હતું.
ઉત્તરાયણ પહેલા અને ઉત્તરાયણના દિવસે શું સાવચેતી રાખવી?
- પતંગ ચગાવતા પહેલાં આંગળીઓને મેડીકેટેડ ટેપ લગાવી જોઈએ.
- બાળકોએ વાલીની દેખરેખ હેઠળ પતંગો ચગાવવો જોઈએ.
- વાહન ચાલકે હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ.
- બાઇક પર આગળ સેફ્ટી સળીયો લગાવવો.
- કોઈને કંઈ ઈજા થાય તો 108 નંબર ડાયલ કરવો.
- અગાસીમાં ફર્સ્ટ એઈડ કીટ અવશ્ય રાખવી.
ઉત્તરાયણના તહેવારોમાં શું ના કરવું જોઈએ?
- લીસી, ખરબચડી, તૂટેલી અને નબળી અગાસી અથવા છત કે ધાબા પર ઉભું રહેવું ન જોઈએ.
- નબળા બાંધકામ કે છાપરા પર પતંગ ચગાવવા ચડવું નહીં.
- ઉંચાઈએથી જમીન પર કૂદવું જોઈએ નહીં.
- જાહેર રસ્તા પર પતંગ પકડવા દોડવું ન જોઈએ.
- ઈલેકટ્રીક વાયર, રોડ અને વીજળીના થાંભલાની નજીક પતંગ ચગાવવો જોઈએ નહીં.
- અગાસી અથવા છત કે ધાબાની પાળી પર ચઢવું જોઈએ નહીં.
- ઈલેક્ટ્રીક વાયરમાં ફસાયેલ પતંગ કે દોરી લેવા માટે પ્રયાસ કરવો નહીં.
આ પણ વાંચો:8 મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે આંતરરાષ્ટ્રીય ગેંગના બે આરોપી ઝડપ્યા
આ પણ વાંચો:અલથાણ પોલીસે દારૂની 4,308 બોટલો સાથે 2 આરોપીની કરી ધરપકડ
આ પણ વાંચો:જંબુસરના આ ગામમાં ગેસ કંપનીએ વધારી લોકોની મુશ્કેલીઓ, તંત્રમાં રજુઆત કરવા છતાં પણ…
