જામીન અરજી/ દેવાયત ખવડને હાલ જેલમાં જ રહેવું પડશે, કોર્ટે આ નિર્ણય લેતા મુશ્કેલી વધી

 મયૂરસિંહ રાણા પર હુમલાના કેસમાં (case) સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડે ત્રણ દિવસ પહેલા સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી

Top Stories Gujarat
Devayat Khawad

Devayat Khawad:   મયૂરસિંહ રાણા પર હુમલાના કેસમાં (case) સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડએ (Devayat Khawad) ત્રણ દિવસ પહેલા સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જે જામીન અરજીને કોર્ટ (court) દ્વારા પેન્ડિંગ રાખવામાં આવી છે. જેથી દેવાયત ખવડને જામીન મળવામાં વાર લાગી શકે છે.લોકસાહિત્યકાર દેવાયતને ઉત્તરાયણ પર્વ ઘરે ઉજવવા મળશે નહી,કોર્ટે જામીન અરજી પેન્ડિંગ રાખતા હવે જામીન મેળવવા માટે વાર લાગશે. હવે જામીન મેળવવા માટે હાઇકોર્ટનો રૂખ કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે દેવાયત ખવડ (Devayat Khawad)  પોતાના સાથીઓ સાથે મળીને મયુરસિંહ રાણા(mayursingh rana) પર હુમલો કર્યો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. હુમલાના 10 દિવસ સુધી ફરાર રહેલા દેવાયત ખવડે આખરે પોલીસ સામે સરેન્ડર કર્યું હતું. જે બાદ તેને બે દિવસના રિમાન્ડ પર મોકલાયો હતો. તાજેતરમાં 19મી ડિસેમ્બરે દેવાયત સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા અને વધુ રિમાન્ડની માગણી ન કરતા તમામને જેલ ભેગા કરવામાં આવ્યા હતા.

ડિવિઝન પોલીસે (police) ષડયંત્રની કલમ ઉમેરવા (Devayat Khawad) કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં કાવતરું રચીને દેવાયત ખવડ અને તેના સાથીઓએ મયુરસિંહ પર હુમલો કર્યાનો ઉલ્લેખ કરાયો હતો. આ કેસની તપાસમાં પોલીસને મયુરસિંહની ઓફિસ પાસે રેકી કર્યાના CCTV ફૂટેજ મળી આવ્યા હતા.જેના લીધે પોલીસે દેવાયત સામેની ચાર્જશીટ મજબૂત કરી હતી.

hockey world cup-2023/ઓડિશામાં આજથી હોકી વર્લ્ડ કપની શરૂઆત થશે,ભારત અને સ્પેન વચ્ચે પહેલો મુકાબલો

 Ganga Vilas Cruise Tour/‘ગંગા વિલાસ ક્રૂઝ’ વિશ્વની સૌથી લાંબી નદીની યાત્રા પર રવાના, PM મોદીએ બતાવી લીલી

Accident/નાસિકમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 10 શ્રદ્વાળુઓના ઘટનાસ્થળે મોત, મુખ્યમંત્રી શિંદે વળતરની

ધરપકડ/દમણમાં હપ્તો માંગવાના મામલે જિલ્લા પંચાયતના પ્રમુખની પોલીસે કરી ધરપકડ