Police arrested political leader: દમણમાંથી ભાજપના નેતાની ધરપકડના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દમણમાં હપ્તો માંગવાના મામલે ભાજપના નેતાની ધરપકડ કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ ની દમણ જિલ્લા પંચાયત ના પ્રમુખ નવીન પટેલ ની દમણ પોલીસે ધરપકડ કરી છે.જિલ્લા પંચાયત ના પ્રમુખ ની ધરપકડ થતાં નાનકડા સંઘ પ્રદેશમાં ચકચાર મચી ગઇ છે . નવીન પટેલ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દિવ ભાજપના ઉપપ્રમુખ પણ છે આથી તેમની ધરપકડ થતાં પ્રદેશનું રાજકારણ પણ ગરમાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર (Police arrested political leader) તો દલવાડા વિસ્તારમાં આવેલ એક કંપનીમાં સ્ક્રેપ નો ધંધો કરતા વેપારી પાસે દમણ જિલ્લા પંચાયત ના પ્રમુખ નવીન પટેલ અને તેના ભાઈ અશોક પટેલે દલવાડા વિસ્તારમાં ધંધો કરવા માટે હપ્તા ની માગણી કરી હોવાના આક્ષેપ થયા છે.
દમણમાં (Police arrested political leader) જો તેમને ધંધો કરવો હોય તો ફરજિયાત રૂપિયા આપવા પડશે તેવી દાદાગીરી નવીન પટેલે કરી હોવાનું ફરિયાદ માં નોંધાયું છે આમ ખંડણીની માગણી કરાતા વેપારીએ દમણ પોલીસને ફરિયાદ કરી હતી. જેને લઈને હવે દમણ પોલીસ એક્શનમાં આવી છે. અને બંને ભાઈ નવીન પટેલ અને અશોક પટેલની ધરપકડ કરવામાં આવી છે .અને બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા દમણના રાજકારણમાં ખળભળાટ વ્યાપી ગયો છે.