PM Modi's security/ PM મોદીની સુરક્ષા ચૂક મામલે પોલીસે કર્યો મોટો ખુલાસો,જાણો

વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્વઘાટન કર્યું હતુ. આ કાર્યક્રનો ઉદ્વઘાટન કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુબલીમાં એક ભવ્ય રોડ શો કર્યો હતો

Top Stories India
PM Modi's security lapse

PM Modi’s security lapse:  વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્વઘાટન કર્યું હતુ. આ કાર્યક્રનો ઉદ્વઘાટન કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુબલીમાં એક ભવ્ય રોડ શો કર્યો હતો, જેમાં  તેમની સુરક્ષામાં ચૂક થઇ હોવાના સમાચાર સામે આવ્યા હતા ,આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો,જે મામલે આજે આ અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે. આ ઘટના સંદર્બે હુબલી પોલીસે જણાવ્યું કે કોઇ સુરક્ષામાં ચૂક થઇ નથી,વડાપ્રધાન આવા પહેલા તમામ લોકોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી,  જે રોડ પર આ ઘટના બની તે રોડનો આખો ભાગ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) દ્વારા રક્ષિત હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાને તેની માળા સ્વીકારી હતી.

સોશિયલ મીડિયા પર (  PM Modi’s security lapse) વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે હુબલીમાં એક યુવકે રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાર પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને ખેંચીને ત્યાંથી હટાવ્યો. આ ઘટના ત્યારે બની જ્યારે પીએમ મોદી 26માં નેશનલ યુથ ફેસ્ટિવલના ઉદ્ઘાટન માટે એરપોર્ટથી રેલવે પ્લેગ્રાઉન્ડ જઈ રહ્યા હતા. રસ્તામાં, પીએમ મોદી તેમની ચાલતી કારના ‘રનિંગ બોર્ડ’ પર ઉભા હતા અને રસ્તાની બંને બાજુએ ઉભેલા લોકોને હાથ હલાવી રહ્યા હતા, ત્યારે અચાનક ભીડમાંથી પસાર થતો વ્યક્તિ પીએમ મોદીને લઈ જતી ગાડી પાસે પહોંચ્યો અને તેમને માળા પહેરાવી. પ્રયત્ન કર્યો.

PM મોદી કર્ણાટકમાં (PM Modi’s security lapse) હુબલીના રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરવા માટે હતા. તેમાં કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, અનુરાગ સિંહ ઠાકુર અને અન્ય સામેલ થશે. પાંચ દિવસીય આ કાર્યક્રમ 16 જાન્યુઆરી સુધી ચાલશે અને ઉદ્ઘાટન સમારોહમાં 30,000 થી વધુ લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે, જ્યાં PM મોદી તેમની સાથે તેમનું વિઝન શેર કરશે.

Earthquake in Uttarkashi/ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,2.9ની તીવ્રતા નોંધાઈ