CVoter Survey/ વન નેશન વન ઇલેકેશન કોને થશે ફાયદો,જાણો સર્વેના આંકડા ચોંકાવી દેશે!

કેન્દ્ર સરકારે ‘વન નેશન વન ઇલેકેશન’ એટલે કે લોકસભા, વિધાનસભાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોની એકસાથે ચૂંટણી યોજવાની શક્યતાઓ શોધવા માટે શુક્રવારે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી

Top Stories India
5 5 વન નેશન વન ઇલેકેશન કોને થશે ફાયદો,જાણો સર્વેના આંકડા ચોંકાવી દેશે!

કેન્દ્ર સરકારે ‘વન નેશન વન ઇલેકેશન’ એટલે કે લોકસભા, વિધાનસભાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોની એકસાથે ચૂંટણી યોજવાની શક્યતાઓ શોધવા માટે શુક્રવારે (1 સપ્ટેમ્બર) એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. આ આઠ સભ્યોની સમિતિ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં કામ કરશે. આ સમિતિની રચના સાથે જ દેશમાં ‘વન નેશન વન ઇલેકશન’ના મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

મુખ્ય વિપક્ષ કોંગ્રેસ સહિત I.N.D.I.A ગઠબંધનના ઘણા ઘટકોએ આ વિચારનો વિરોધ કર્યો છે. સરકારે આ મુદ્દે એક સમિતિની રચના એવા સમયે કરી છે જ્યારે આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને તે પછી આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તેથી, એવું માનવામાં આવે છે કે સરકાર ટૂંક સમયમાં ‘વન નેશન વન ઇલેકશન’ બિલ લાવી શકે છે. 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર પણ બોલાવવામાં આવ્યું છે. જો કે સરકાર દ્વારા તેનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી.

નોંધનીય છે કે સી-વોટરે  આ મુદ્દે ઓલ ઈન્ડિયા સર્વે હાથ ધર્યો હતો. સર્વેમાં પૂછવામાં આવ્યું હતું કે જો ‘વન નેશન, વન ઈલેક્શન’ લાગુ કરવામાં આવે તો સૌથી વધુ ફાયદો કોને થશે? આ અંગે ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. મહત્તમ 45 ટકા લોકોએ કહ્યું કે તમામ પક્ષોને તેનો ફાયદો થશે. 20 ટકા લોકોએ NDA અને 15 ટકા લોકોએ I.N.D.I.A ગઠબંધનને આનો લાભ મળવાની આગાહી કરી હતી. 9 ટકા લોકોએ કહ્યું કે તેનો લાભ કોઈને નહીં મળે. તે જ સમયે, 11 ટકા લોકોએ જવાબ આપ્યો કે ‘કહી શકતા નથી’ એટલે કે ‘જાણતા નથી’.

વન નેશન વન ઇલેકશ લાગુ કરવામાં આવે તો સૌથી વધુ ફાયદો કોને થશે?

એનડીએ – 20%
I.N.D.I.A – 15%
તમામ પક્ષો – 45%
કોઈ નહીં – 9%
કહી શકાતું નથી – 11%

વન નેશન વન ઇલેકશનના અમલથી I.N.D.I.A ગઠબંધન તૂટી જશે?

હા – 29%
ના – 45%
કહી શકાતું નથી – 26%