Farmer/ ગુજરાતના ખેડૂતોની કમાણીમાં થશે વધારો, વન વિભાગના પ્રોજેક્ટથી થશે મોટો લાભ

પર્યાવરણના સંરક્ષણ માટે ઉદ્યોગો દ્વારા વૃક્ષોનું વાવેતર કરવાની શરૂઆત કરવામાં આવતા તેમને કાર્બન ક્રેડિટનો લાભ આપવામાં આવે છે. જ્યારે ખેડૂતોને પોતાના ખેતરોમાં વૃક્ષોનું વાવેતર કરે છે તો તેમને કોઈ લાભ મળતો નથી.

Top Stories Gujarat
મૃત્યુદરમાં થશે ઘટાડો 30 ગુજરાતના ખેડૂતોની કમાણીમાં થશે વધારો, વન વિભાગના પ્રોજેક્ટથી થશે મોટો લાભ

ગુજરાતના ખેડૂતોની કમાણી વધશે. વન વિભાગના એક પ્રોજેક્ટથી ખેડૂતોને મોટો લાભ થવા જઈ રહ્યો છે. હવે ખેડૂતો પોતાના ખેતરમાં વૃક્ષો વાવી કમાણી કરી શકશે. આ મામલે કિસાન સંગઠનોની લાંબા સમયથી સરકાર સમક્ષ માંગણી કરી હતી. જેને હવે મંજૂર કરવામાં આવી છે. કિસાન સંગઠનોની માંગ હતી કે ખેડૂતોને ઉદ્યોગોની જેમ કાર્બન ક્રેડિટનો લાભ મળવો જોઈએ. આ માંગ મંજૂર થતા ખેડૂતો પોતાના ખેતરોમાં વૃક્ષો વાવી કાર્બન ક્રેડિટનો લાભ મેળવી શકશે.

રાજ્યમાં પ્રદૂષણમાં વધારો થવા પાછળ ઉદ્યોગોમાં થતા વધારાને મુખ્ય કારણ માનવામાં આવે છે. આથી પર્યાવરણના સંરક્ષણ માટે ઉદ્યોગો દ્વારા વૃક્ષોનું વાવેતર કરવાની શરૂઆત કરવામાં આવી. જો કે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને વૃક્ષોનું વાવેતર કરી કાર્બન ક્રેડિટનો લાભ આપવામાં આવે છે.  જ્યારે ખેડૂતોને પોતાના ખેતરોમાં વૃક્ષોનું વાવેતર કરે છે તો તેમને કોઈ લાભ મળતો નથી. આ મામલે કિસાન સંગઠને લાંબા સમયથી સરકાર પાસે કાર્બન ક્રેડિટ લાભ આપવા રજૂઆત કરવામાં આવી હતી. હવે સરકાર કિસાન સંગઠનની માંગણી મંજૂર કરતા એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ  કરવા જઈ રહી છે. આ પાયલોટ પ્રોજેકટ વન વિભાગના સહયોગથી શરૂ કરવામાં આવ્યો છે.

વન વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો પોતાના ખેતરમાં વૃક્ષો વાવી તેનું મૂલ્યાંકન કરી કાર્બન ક્રેડિટ હેઠળ રૂપિયા મેળવી શકશે. ખેડૂતોને આ પ્રોજેક્ટ મુજબ લાભ આપવા ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ કરાશે. જેમાં ખેતરમાં કરેલ વૃક્ષારોપણની સમય મર્યાદા મહત્વની રહેશે. આ પ્રોજેક્ટ મુજબ જે ખેડૂતોએ પોતાના ખેતરમાં ત્રણ વર્ષથી મોટા વૃક્ષોનું વાવેતર અને જાળવણી કરી હશે તેનું મૂલ્યાંકન કરી કાર્બન ક્રેડિટનો લાભ આપવામાં આવશે.

પર્યાવરણના સંરક્ષણ હેતુ કાર્બન ક્રેડિટ લાભ આપવાની યુએનની સંસ્થા દ્વારા શરૂઆત કરવામાં આવી. કોઈપણ સંસ્થાને કાર્બન ક્રેડિટનો લાભ આપવા મૂલ્યાંકન કરવામાં આવે છે. જે મુજબ ઉત્પાદન પ્રક્રિયામાં પ્રદૂષણ કેટલુ ઘટે છે તેના આધારે મોનિટરિંગ અને ચકાસણી બાદ ક્રેડિટના લાભ અપાય છે. મોટાભાગે ઉદ્યોગોને કાર્બન ક્રેડિટનો લાભ અપાય છે. જ્યારે હવે ખેડૂતો પણ આ લાભની માંગણી કરે છે. ખેડૂતોનું કહેવુ છે કે 24 કલાકમાં દરેક વૃક્ષો જેટલો ઓક્સિજન હવામાં આવે છે તે ઓક્સિજનના પ્રમાણમાં દરેક ખેડૂતને રોયલ્ટી મળવી જોઈએ.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ