ઈરાને પોતાના કહ્યા પ્રમાણે કરવાનુ શરૂ કરી દીધુ છે. જેને જોતા લાગી રહ્યુ છે કે, જંગની શરૂઆત થઇ ગઇ છે. અમેરિકાએ ડ્રોન હુમલામાં ઈરાનનાં જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કર્યા બાદ બુધવારે ઈરાને અમેરિકાનાં એઆઈ અસદ એરબેઝ પર અનેક રોકેટ લોન્ચ કર્યા હતા. ઈરાનની સેસમી સત્તાવાર ન્યૂઝ એજન્સીએ સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું કે, ઈરાનની યુએસ વિરુદ્ધ બદલો લેવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ઈરાનની મિસાઇલોએ યુ.એસ. બેઝ પર હુમલો કર્યો છે. સીએનએન ન્યૂઝે એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને આ હુમલાની પુષ્ટિ કરી છે. આ હુમલામાં અમેરિકી સેનાને નિશાન બનાવવામાં આવ્યા હતા, તેમના પર મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો હતો.
અહેવાલ મુજબ, ઇરાને યુએસ આર્મી પર 9 રોકેટ લોન્ચ કર્યા છે. યુએસ સેક્રેટરી ઓફ ડિફેન્સ ઓફ પબ્લિક અફેયર્સનાં સચિવનાં સહાયક જોનાથન હોફમેને જણાવ્યું હતું કે, 7 જાન્યુઆરીનાં રોજ સાંજે 5.30 વાગ્યે ઇરાને યુએસ આર્મી અને ઇરાકની ગઠબંધન સેના પર ડઝનથી પણ વધુ બેલેસ્ટિક મિસાઇલો દાગી દીધી હતી. સ્પષ્ટ છે કે, આ મિસાઇલોને ઈરાનથી ચલાવવામાં આવી હતી. ઓછામાં ઓછા બે ઈરાક સૈન્ય મથકો જ્યાં યુ.એસ. સૈન્ય હાજર હતી તેને નિશાન બનાવવામાં આવ્યું છે. અમે આ હુમલામાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ.
વ્હાઇટ હાઉસની પ્રવક્તા સ્ટેફની ગ્રીશમે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, અમે ઇરાકમાં યુ.એસ. સૈન્ય મથકો ઉપર થયેલા હુમલાથી જાણકાર છીએ. રાષ્ટ્રપતિને આ વિશે જાણ કરવામાં આવી છે અને આ ઘટનાને નજીકથી જોઈ રહ્યા છે, તેઓ તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમની સલાહ લઈ રહ્યા છે. અગાઉ, ઈરાનનાં રિવોલ્યુશન ગૉર્ડે કહ્યુ હતું કે આ હુમલો સુલેમાનીની હત્યા પછી બદલા લેવાની ભાવનાથી કરવામાં આવ્યો હતો. ઈરાનની રાજ્ય સંચાલિત ન્યૂઝ એજન્સી આઈઆરએનએ એ કહ્યું છે કે, જેમણે યુએસ આતંકવાદી સેનાને તેમનું ઠેકાણું પૂરુ પાડ્યુ છે, અમે તે બધા અમેરિકન સાથીઓને ચેતવણી આપીએ છીએ કે જ્યાંથી પણ ઈરાન પર અમારું નિશાન બનાવવામાં આવશે, અમે ત્યાં હુમલો કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.