Not Set/ શું બસપા સુપ્રીમો માયાવતી 23મી મે બાદ બીજેપી સાથે કરી શકે જોડાણ?

નવી દિલ્લી, લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં પશ્વિમી ઉત્તર પ્રદેશની મહત્વની 8 બેઠકપર મતદાન થઈ ગયું છે.  આ એવી બેઠકો છે જેનો સંદેશ ઉત્તરપ્રદેશમાંથી  બિહાર સુધી જાય છે.વર્ષ 2014માં આ બેઠકો પર ઘણું ધ્રૂવીકરણ થયું હતું. અને પરિણામ એ આવ્યું કે બીજેપીએ આખા ઉત્તર પ્રદેશમાં વિપક્ષની સફાઈ કરી નાખી.  અને વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ કંઇક […]

Top Stories
mayawati શું બસપા સુપ્રીમો માયાવતી 23મી મે બાદ બીજેપી સાથે કરી શકે જોડાણ?

નવી દિલ્લી,

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં પશ્વિમી ઉત્તર પ્રદેશની મહત્વની 8 બેઠકપર મતદાન થઈ ગયું છે.  આ એવી બેઠકો છે જેનો સંદેશ ઉત્તરપ્રદેશમાંથી  બિહાર સુધી જાય છે.વર્ષ 2014માં આ બેઠકો પર ઘણું ધ્રૂવીકરણ થયું હતું. અને પરિણામ એ આવ્યું કે બીજેપીએ આખા ઉત્તર પ્રદેશમાં વિપક્ષની સફાઈ કરી નાખી.  અને વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ કંઇક એવો જ નજારો જોવા મળ્યો.  બે વર્ષ સુધી તો વિપક્ષને એ નહોતું સમજાતું કે  બીજેપીનો સામનો કેવી રીતે કરે..

જોકે પછી અંકગણિતના બળે કટ્ટર વિરોધી સપા અને  બસપાએ એકસાથે આવવું પડ્યું. કહો કે મજબૂરીમાં બંને સાથે થયા. અને ગઠબંધનથી  ગોરખપુર તથા ફુલપુરની પેટાચૂંટણી જીતી લીધી.  ત્યાર બાદ કૈરાનામાં સપા-બસપા-આરએલડીએ પણ જીત નોંધાવી. પરંતુ આગળ જતા ગઠબંધન ફસાઈ ગયું.  અને લોકસભા ચૂંટણી માટે સપા-બસપાએ ગઠબંધન કરી લીધું.  અને 3 સીટ આરએલડી માટે છોડી દીધી. માયાવતી અને અખિલેશે કોંગ્રેસને ભાવ ન આપ્યો. માયાવતી કોંગ્રેસ માટે કડક વલણ ધરાવે છે  તો કોંગ્રેસે પણ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશની તમામ  80 સીટો માટે ઉમેદવારનું એલાન કરી દીધું.

સપા-બસપા-આરએલડીના મહાગઠબંધનની સંયુક્ત રેલી સહારનપુરમાંથી થઈ તેમાં પણ માયાવતીએ મુસ્લિમોને અપીલ કરી કે કોંગ્રેસની વિરૂદ્ધમાં વોટ કરે.  આથી રાજકીય વિશ્વેશ્કોનું કહેવું છેકે માયાવતીના આ નિવેદનને કારણે મુસ્લિમ વોટ વિભાજિત થઈ શકે છે. અને તેનો ફાયદો બીજેપીને મળી શકે છે.  અને રાજકીય વિશ્લેશ્કોના મતે માયાવતી કોઈ પણ પક્ષને સપોર્ટ કરી શકે છે તે બાબત 23મી મેના પરિણામ બાદ તુરંત સ્પષ્ટ થઈ જશે.

પ્રિયંકા ગાઁધીની ટીમ  ઉત્તર પ્રદેશના દલિત વોટર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે  અને પ્રિયંકા ગાંધી ભીમ આર્મીના મુખ્ય યક્તિ ચંદ્રશેખર આઝાદ સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે ત્યારે માયાવતીને એ સહેજ પણ પસંદ નથી કે દલિતોમાં તેમના જેવો બીજો કોઈ નેતા ઉભો થાય.  હવે માયાવતી જો બીજેપી સાથે હાથ મિલાવે છે તો  ચોક્કસપણે મોટા પદ માટેની પણ માંગણી કરશે. આ ચિત્ર 23મી મે બાદ સ્પષ્ટ થઈ જશે.