Not Set/ સ્ટુડન્ટ ઓફ ધી યર 2નું ટ્રેલર રીલીઝઃ દર્શકોએ કરી આકરી ટીકા

કરણ જૌહરની આગામી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધી યર 2નું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યુ છે.જોકે આ ટ્રેલરને સોશિયલ મીડિયામાં ખાસ  હકારાત્મક પ્રતિભાવ નથી મળ્યો. આ ફિલ્મ દ્વારા તારા સુતરિયા તેમજ ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. કરણની ફિલ્મ  સ્ટુડન્ટ ઓફ ધી યર 2 SOTY 2 નું ટ્રેલર આજે રજૂ થયું. જેમાં ટાઇગર […]

Uncategorized
tara સ્ટુડન્ટ ઓફ ધી યર 2નું ટ્રેલર રીલીઝઃ દર્શકોએ કરી આકરી ટીકા

કરણ જૌહરની આગામી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધી યર 2નું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યુ છે.જોકે આ ટ્રેલરને સોશિયલ મીડિયામાં ખાસ  હકારાત્મક પ્રતિભાવ નથી મળ્યો. આ ફિલ્મ દ્વારા તારા સુતરિયા તેમજ ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.

કરણની ફિલ્મ  સ્ટુડન્ટ ઓફ ધી યર 2 SOTY 2 નું ટ્રેલર આજે રજૂ થયું. જેમાં ટાઇગર શ્રૌફ, અનન્યા પાંડે તેમજ તારા સુતરિયા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ આગામી મહિને 10 મેના રોજ રજૂ થઈ રહી છે.  ટ્રેલરમાં ટાઇગર શ્રોફનો એક્શન અવતાર તો ભરપૂર જોવા મળ્યો પરંતુ ફિલ્મની સ્ટોરી લાઇનમાં  વ્યૂઅર્સને દમ ન લાગ્યો અને ટ્રેલર જોતા જ ઘણાએ તો આ ફિલ્મને ફ્લોપ ગણાવી દીધી.

એક યૂઝરે તો ત્યાં સુધી લખ્યું કે  ટાઇગર શ્રોફ ડાન્સ અને એક્શનમાં તો ઘણો શાનદાર અભિનય કરે છે પરંતુ શું તે કોઈ સ્ટુડન્ટ જેવો લાગે છે.

તો વળી એક યૂઝરે લખ્યું કે આ બકવાસ ટ્રેલર છે અને ફિલ્મનું નામ સ્ટુડન્ટ ઓફ ધ યર નહીં પણ કબાડા ઓફ ધ યર હોવું જોઈએ.  કરણ જૌહર પાસેથી આવી આશા નહોતી. તો ઘણાએ ટ્રેલરને પ્રથમ ફિલ્મની સરખામણીએ ઘણું નિરાશાજનક ગણાવ્યું છે.

તો વળી કેટલાક ફેન્સને ટ્રેલર પસંદ આવ્યુ છે.  નોંધનીય છે કે પ્રથમ ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરૂણ ધવન, અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને આ ફિલ્મ દર્શકોને પસંદ આવતા આ ત્રણેય  સ્ટાર પ્રથમ ફિલ્મથી જ છવાઈ ગયા હતા.