Not Set/ PWD ગોટાળામાં આરોપી CM કેજરીવાલના સંબંધી વિનય બંસલની કરાઈ ધરપકડ

દિલ્હી, રાજધાની દિલ્લીમાં કેજરીવાલ સરકાર દરમિયાન સામે આવેલા PWD ગોટાળામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. ગુરુવાર સવારે ACB દ્વારા મુખ્યમંત્રી કેજરીવાલના સંબંધી વિનય બંસલની ધરપકડ કરવામાં આવી છે. PWD ગોટાળામાં મહાદેવ કંપનીના સિમેન્ટ અને લોખંડ ખરીદવા અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેઓને પૂછવામાં આવ્યું હતું કે, “મહાદેવ કઈ કંપની […]

Uncategorized
HHRGHGR PWD ગોટાળામાં આરોપી CM કેજરીવાલના સંબંધી વિનય બંસલની કરાઈ ધરપકડ

દિલ્હી,

રાજધાની દિલ્લીમાં કેજરીવાલ સરકાર દરમિયાન સામે આવેલા PWD ગોટાળામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. ગુરુવાર સવારે ACB દ્વારા મુખ્યમંત્રી કેજરીવાલના સંબંધી વિનય બંસલની ધરપકડ કરવામાં આવી છે.

PWD ગોટાળામાં મહાદેવ કંપનીના સિમેન્ટ અને લોખંડ ખરીદવા અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેઓને પૂછવામાં આવ્યું હતું કે, “મહાદેવ કઈ કંપની હતી, જયારે જવાબમાં બંસલ દ્વારા કોઈ સંતોષકારક જવાબ ન અપાતા ACB દ્વારા તેઓની ધરપકડ કરાઈ હતી”.

ગત વર્ષે ૮ મેના રોજ નોધાઇ હતી ૩ FIR

વિનય બંસલ એ અરવિંદ કેજરીવાલના સાઢુ સુરેન્દ્ર બંસલના દીકરા છે. PWD ગોટાળા મામલે ગત વર્ષે ૮ મેના રોજ સુરેન્દ્ર બંસલ, વિનય બંસલ અને PWDના કેટલાક અધિકારીઓ સામે ત્રણ મામલા દાખલ કરાયા હતા.

રેણું કન્સ્ટ્રકશન કંપનીના નામે કરવામાં આવ્યો ગોટાળો

પ્રાપ્ત માહિતી અનુસાર, એસીબીને ફરિયાદ મળી હતી કે, સુરેન્દ્ર બંસલે રેણું કન્સ્ટ્રકશન કંપનીના નામ પર PWDમાં આ ગોટાળો કરવામાં આવ્યો હતો. વિનય બંસલે ૪ લાખ ૯૦ હજાર રૂપિયાથી ૪૬ ટકાની નીચે ટેન્ડર હાંસલ કર્યા હતા. અ ઉપરાંત તેઓ દ્વારા કરવામાં આવેલા રોડ અને સીવરના કામની ગુણવત્તા પણ યોગ્ય ન હોવાની વાત કહેવામાં અઆવી હતી.

PWD ગોટાળા અંગે કરવામાં આવી રહેલી તપાસમાં મહાદેવ કંપનીના સિમેન્ટ અને લોખંડ ખરીદવા અંગે માહિતી હતી, પરંતુ આ કંપની દ્વારા કોઈ વેપાર કરાયો જ ન હતો. વિનય બંસલ એ તેઓના પિતા સુરેન્દ્ર બંસલ સાથે ૫૦ ટકાના ભાગીદાર હતા. નોધનીય છે કે, સુરેન્દ્ર બંસલનું ગત વર્ષે મોત થયું હતું.

આ મામલા અંગે ACB દ્વારા PWDના ૬ અધિકારીઓ સાથે ૧૩ મેના રોજ પૂછપરછ કરાઈ હતી. આ મામલાની તપાસમાં સામે આવ્યું હતું કે, અલગ-અલગ કામો માટે ઘણા બિલોને જુદી-જુદી કંપનીઓ દ્વારા મંજુરી આપવામાં આવી હતી અને ફર્જી બીલ લગાવવામાં આવ્યા હતા.

દિલ્લી સરકારે ગણાવ્યું રાજનૈતિક કાવતરું

ACB દ્વારા કરાયેલી વિનય બંસલઈ ધરપકડને દિલ્લી સરકારે રાજનૈતિક કાવતરું ગણાવ્યું હતું. ધરપકડ અંગે જાહેર કરાયેલી નોટમાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું, ACB દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સંબંધી વિનય બંસલની ધરપકડ કરી છે. આ મામલાના તથ્યોથી સ્પષ્ટ થાય છે કે, ધરપકડ એ પૂરી રીતે રાજકારણથી પ્રેરિત છે.

શું હતો આ મામલો ?

રોડ એન્ટી કરપ્શન ઓર્ગેનાઈઝેશન નામના એક NGO દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે, CM અરવિંદ કેજરીવાલ પોતાના સાઢુ સુરેન્દ્ર બંસલને ૨૦૧૪થી ૨૦૧૬ વચ્ચે કેટલાક નિર્માણના કામોનું સરકારી કોન્ટ્રાક્ટ અપાવ્યો હતો. આ દરમિયાન કેટલીક ફર્જી કંપની બનાવીને કરોડો રૂપિયાનું કામ બતાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ માત્ર કાગળ પર જ આ કામો બતાવીને રૂપિયા હડપી લેવામાં આવ્યા હતા.