Not Set/ મળાશયમાં છુપાવી 53.5 લાખનું સોનું દુબઈથી લાવ્યાં, પછી થયું આવું

સોનું અને પીળી ઘાતુનાં ભાવ આસમાને પહોંચી જતા, ફરી એક વાર સોનાની તસ્કરીનાં કિસ્સામાં ઉછાળો જોવામાં આવી રહ્યો છે. દેશનાં કોઇને કોઇ એરપોર્ટ પરથી લોકો સોનાનું સ્મગલીંન કરવાની ફીરાકમાં ઝડપાઇ રહ્યા છે. અને ઉલ્લેખનીય વાત આ સામે આવી રહી છે આ તમામ સોનાનાં સ્મગલરો અવનવા કિમીયા અજમાવી આ કામ પાર પડવા જતા ઝડપાઇ રહ્યા છે. […]

Top Stories India
pjimage 11 મળાશયમાં છુપાવી 53.5 લાખનું સોનું દુબઈથી લાવ્યાં, પછી થયું આવું
સોનું અને પીળી ઘાતુનાં ભાવ આસમાને પહોંચી જતા, ફરી એક વાર સોનાની તસ્કરીનાં કિસ્સામાં ઉછાળો જોવામાં આવી રહ્યો છે. દેશનાં કોઇને કોઇ એરપોર્ટ પરથી લોકો સોનાનું સ્મગલીંન કરવાની ફીરાકમાં ઝડપાઇ રહ્યા છે. અને ઉલ્લેખનીય વાત આ સામે આવી રહી છે આ તમામ સોનાનાં સ્મગલરો અવનવા કિમીયા અજમાવી આ કામ પાર પડવા જતા ઝડપાઇ રહ્યા છે. ત્યારે ફરી એક વાર સોનાની દાણચોરીનો વિચીત્ર કિસ્સો સામે આવ્યો છે.
gold મળાશયમાં છુપાવી 53.5 લાખનું સોનું દુબઈથી લાવ્યાં, પછી થયું આવું
ચેન્નાઇ એરપોર્ટ પર કસ્ટમ્સ દ્રારા સોમવારે ચાર પુરૂષ મુસાફરો પાસેથી 53.5 લાખનું સોનું કબજે કરવામાં આવ્યું હતું. આ તમામ મુસાફરો દુબઇથી દાણચોરી કરીને આ સોના સાથે અહીં આવ્યા હતા. તેણે આ સોનું તેના શરીરની અંદરના મળમાર્ગમાં છુપાવી દીધું હતું. આ સિવાય મંગળવારે બનેલી અન્ય એક ઘટનામાં, રિયાધના અન્ય એક શખ્સ પાસેથી પણ રૂ .11.8 લાખનાં સોનાનાં બાર મળી આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, કસ્ટમ્સ અધિકારીઓને દુબઈથી આવતા 4 મુસાફરો પર સોનાની દાણચોરીની શંકા હતી. આ લોકોને પૂછપરછ માટે અટકાવવામાં આવ્યા હતા, પૂછપરછ દરમિયાન, તેઓએ સ્વીકાર્યું કે તેઓએ તેમના મળમાર્ગમાં લગભગ 1.35 કિલો સોનું છુપાવ્યું હતું. હાલના બજારમાં આ સોનાની કિંમત આશરે 53.5 લાખ રૂપિયા હશે.

આપણ વાંચો: લ્યો બોલો !! પૈસા માટે કાંઇ પણ કરશે લોક, ગુપ્તાંગમાં સોનું છુપાવી લાવ્યો, ચાલને કારણે ઝડપાયો

gold1 મળાશયમાં છુપાવી 53.5 લાખનું સોનું દુબઈથી લાવ્યાં, પછી થયું આવું
તેવી જ રીતે મંગળવારે રિયાધના એક મુસાફરે તમિરની સોનાની દાણચોરીના શંકાના આધારે પૂછપરછ કરી હતી . જ્યારે તેની શોધખોળ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેના સામાનમાંથી 3 સોનાના બાર મળી આવ્યા હતા, જેનું વજન 300 ગ્રામ હતું. તેમની કિંમત બજારમાં આશરે 11.8 લાખ રૂપિયા જેટલી અંદાજવામાં આવી છે. તમિર ઉત્તરાખંડના હરિદ્વારનો રહેવાસી હોવાનું કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.