Top-10 Billionaires/ દુનિયાના ટોપ-5 ધનિકોમાં ગૌતમ અદાણીની બાદશાહત કાયમ,મુકેશ અંબાણી 10ની યાદીમાંથી બહાર

એલોન મસ્ક હજુ પણ અબજોપતિઓની યાદીમાં પ્રથમ સ્થાને છે. ગુરુવારે તેમની સંપત્તિમાં $4.36 બિલિયનનો વધારો થયો છે અને હવે તેમની નેટવર્થ વધીને $248 બિલિયન થઈ ગઈ છે

Top Stories Business
4 42 દુનિયાના ટોપ-5 ધનિકોમાં ગૌતમ અદાણીની બાદશાહત કાયમ,મુકેશ અંબાણી 10ની યાદીમાંથી બહાર

યુએસ શેરબજારોમાં આવેલા ઉછાળાને કારણે ગુરુવારે બિલગેટ્સની સંપત્તિમાં $2.58 બિલિયનનો વધારો થયો હતો. આ સમય દરમિયાન ભારતીય શેરબજારમાં તોફાની તેજી હોવા છતાં, ગૌતમ અદાણીની સંપત્તિમાં માત્ર $ 1.46 બિલિયનનો વધારો થઈ શક્યો અને તેના કારણે બિલ ગેટ્સે વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાં અદાણીને પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં અદાણી 5માં અને બિલ ગેટ્સ ચોથા સ્થાને છે. જ્યારે મુકેશ અંબાણી ટોપ-10માંથી બહાર થઈ ગયા છે.

એલોન મસ્ક હજુ પણ અબજોપતિઓની યાદીમાં પ્રથમ સ્થાને છે. ગુરુવારે તેમની સંપત્તિમાં $4.36 બિલિયનનો વધારો થયો છે અને હવે તેમની નેટવર્થ વધીને $248 બિલિયન થઈ ગઈ છે. જેફ બેઝોસ બર્નાર્ડ આર્નોલ્ટને પછાડીને બીજા સ્થાને છે. તેમની સંપત્તિ એક દિવસમાં $1.36 બિલિયન વધીને $146 બિલિયન થઈ ગઈ છે.

ટોચના 10 અબજપતિઓની યાદીમાં, બર્નાર્ડ આર્નોલ્ટ ગુરુવારે સૌથી વધુ કમાણી કરનાર હતા. તેમની સંપત્તિ $5.79 બિલિયન વધીને $143 બિલિયન થઈ છે. બિલગેટ્સ ચોથા સ્થાને છે અને તેમની સંપત્તિ $2.58 બિલિયન વધીને $116 બિલિયન થઈ છે. એટલી જ સંપત્તિ સાથે ગૌતમ અદાણી 5માં સ્થાને છે.લેરી પેજ $104 બિલિયનની નેટવર્થ સાથે 6ઠ્ઠા સ્થાને છે, વોરેન બફેટ $102 બિલિયનની નેટવર્થ સાથે 7મા સ્થાને છે, સર્ગેઈ બ્રિન $99.4 બિલિયનની નેટવર્થ સાથે 8મા સ્થાને છે સ્ટીવ બાલ્મરની સંપત્તિમાં ગુરુવારે $2.50 બિલિયનનો વધારો થયો અને તેમની કુલ સંપત્તિ વધીને $97.3 બિલિયન થઈ ગઈ. તે હાલમાં 9મા સ્થાને છે. લેરી એલિસનની સંપત્તિ પણ $1.34 બિલિયન વધીને $95.5 બિલિયન થઈ છે અને તે 10મા ક્રમે છે.