Not Set/ ટીમમાંથી પંતની થઇ શકે છે હકાલપટ્ટી, કોહલીએ ઈશારામાં કહી આ વાત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની વનડે સીરીઝની ત્રીજી અને અંતિમ નિર્ણાયક મેચમાં, વિરાટ કોહલી એન્ડ કંપનીએ શાનદાર પ્રદર્શન કરતા સીરીઝને 2-1 થી જીતી લીધી છે અને આ પહેલાનાં ટૂર પર કાંગારુઓથી મળેલી હારનો બદલો પણ લીધો હતો. ભારતીય કેપ્ટન આ મેચમાં કોઈ ફેરફાર કર્યા વિના મેદાનમાં ઉતર્યા હતા. નોંધપાત્ર બાબત એ હતી કે મેચ […]

Top Stories Sports
Virat547 ટીમમાંથી પંતની થઇ શકે છે હકાલપટ્ટી, કોહલીએ ઈશારામાં કહી આ વાત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની વનડે સીરીઝની ત્રીજી અને અંતિમ નિર્ણાયક મેચમાં, વિરાટ કોહલી એન્ડ કંપનીએ શાનદાર પ્રદર્શન કરતા સીરીઝને 2-1 થી જીતી લીધી છે અને આ પહેલાનાં ટૂર પર કાંગારુઓથી મળેલી હારનો બદલો પણ લીધો હતો. ભારતીય કેપ્ટન આ મેચમાં કોઈ ફેરફાર કર્યા વિના મેદાનમાં ઉતર્યા હતા. નોંધપાત્ર બાબત એ હતી કે મેચ દરમિયાન રિષભ પંત સ્વસ્થ થઈ ગયો હતો અને ટીમમાં જોડાયો હતો પરંતુ તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું ન હતું, ઉપરાંત છેલ્લી 2 મેચોમાં વિકેટકીપર તરીકે રમી રહેલા કે.એલ. રાહુલ અંતિમ મેચમાં પણ વિકેટકીપર હતો.

Image result for virat kohli and pant

વિરાટ કોહલીનાં આ નિર્ણય પર લોકોએ એક સવાલ પૂછવાનું શરૂ કરી દીધુ છે કે શું રિષભ પંતને ભારતીય ટીમમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે? જેના કારણે તેને રમાડવામાં આવી રહ્યો નથી. મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. મેચ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મીડિયાને જણાવ્યું કે, કેએલ રાહુલ આગામી સમયમાં ટીમ માટે વિકેટકીપર બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે. તેમણે કહ્યું, ‘2003 વર્લ્ડ કપ દરમિયાન રાહુલ દ્રવિડે ભારતીય ટીમ માટે વિકેટ પાછળ મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમ કે.એલ. રાહુલ ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. તે ટીમમાં વધુ સંતુલન જાળવે છે. અત્યારે તે ટીમ માટે વિકેટકિપર બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે.

Image result for k l rahul

ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરીઝમાં, કે.એલ. રાહુલે આશ્ચર્યજનક પ્રદર્શન કર્યું છે, તેણે ત્રણેય મેચોમાં માત્ર બેટથી જ નહી પણ વિકેટની પાછળ રહીને શાનદાર પ્રદર્શન કર્યુ હતુ, જેના કારણે ટીમે શ્રેણી 2-1 થી જીતી લીધી હતી. કોહલીએ કહ્યું, ‘અમે સારી રમત રમી રહ્યા છીએ. ટીમમાં કોઈ ફેરફાર નથી અને અમે સતત બે મેચ જીતી છે. આ માટે કોઈ કારણ ન શોધો, કે અમે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. આવુ ટીમની સુધારણા માટે કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.