Not Set/ દુધ ભરવા જેવી નાની બાબતે દલિત-રબારી સમાજ સામસામે, થઇ પોલિસ ફરિયાદ

  ઇડર. ઇડર તાલુકાના દલિત સમાજે આપ્યું પોલીસને આવેદનપત્ર ગઈ કાલે મહીવડા ગામે દૂધ ભરવા બાબતે રબારી અને દલિત સમાજ વચ્ચે લડાઈ થઇ હતી. જે મારામારી દલિત સમાજનો યુવક સારવાર હેઠળ ધકેલવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના મહીવડા ગામે ગઈ કાલે ડેરીમાં દૂધ ભરાવવા બાબતે રબારી સમાજ અને દલિત સમાજ વચ્ચે મારામારી થતાં દલિત […]

Top Stories Gujarat Others
Idar hills દુધ ભરવા જેવી નાની બાબતે દલિત-રબારી સમાજ સામસામે, થઇ પોલિસ ફરિયાદ

 

ઇડર.

ઇડર તાલુકાના દલિત સમાજે આપ્યું પોલીસને આવેદનપત્ર ગઈ કાલે મહીવડા ગામે દૂધ ભરવા બાબતે રબારી અને દલિત સમાજ વચ્ચે લડાઈ થઇ હતી. જે મારામારી દલિત સમાજનો યુવક સારવાર હેઠળ ધકેલવામાં આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના મહીવડા ગામે ગઈ કાલે ડેરીમાં દૂધ ભરાવવા બાબતે રબારી સમાજ અને દલિત સમાજ વચ્ચે મારામારી થતાં દલિત સમાજના પ્રવીણ ભાઈ પરમારને ઇજા થઇ ગઈ હતી.

જેના કારણે ઇડર સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં વધુ સારવાર અર્થે હિંમતનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી એટરોસિટી એકટની ફરિયાદ ઇડર પોલીસ સ્ટેશનમાં કારવામાં આવી હતી. પરંતુ આરોપીઓની ધરપકડ નહીં કરતા આજે દલિત સમાજના આગેવાનોએ આજે ઇડર પોલીસને આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલિક ધોરણે આરોપીઓની ધરપકડ કરવા રજુઆત કરી હતી.

તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જો તાત્કાલિકપણે ધરપકડ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવા ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો.