Not Set/ વલસાડમાં યુવતીના આપઘાત મામલે મોટો ખુલાસો, દિવાળીના 2 દિવસ પહેલાં આચરાયું હતું દુષ્કર્મ

યુવતીની ડાયરી મળ્યા બાદ રેલવે પોલીસ અને ગોત્રી પોલીસ દોડતી થઈ હતી. પોલીસે વેક્સિન ઇન્સ્ટિટયૂટ મેદાન અને યુવતીની ઓફિસ પર જઈ તપાસ કરી.

Top Stories
વલસાડ

વડોદરાની યુવતીએ વલસાડ ખાતે ટ્રેનમાં આપઘાત કરવાના મામલે મોટો ખુલાસો થયો છે. દિવાળીના બે દિવસ પૂર્વે યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે.  આ અંગે યુવતીએ તેની જ NGO સંસ્થામાં કામ કરતી મિત્રને મેસેજ કરીને મદદ પણ માગી હતી.મહત્વનું છે કે યુવતીએ ડાયરીમાં સામૂહિક દુષ્કર્મ આચર્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

આ પણ વાંચો :નડિયાદ : દત્તક બાળકને આ કારણે મહિલાએ તરછોડ્યુ

યુવતીની ડાયરી મળ્યા બાદ રેલવે પોલીસ અને ગોત્રી પોલીસ દોડતી થઈ હતી. પોલીસે વેક્સિન ઇન્સ્ટિટયૂટ મેદાન અને યુવતીની ઓફિસ પર જઈ તપાસ કરી. આ યુવતી અભ્યાસમાં ખૂબ હોશિયાર હતી અને તે પહેલા નંબરે પાસ પણ થઈ હતી. એટલું જ નહીં, તે જે સંસ્થા માટે કામ કરતી હતી, ત્યાં આત્મહત્યાની કોશિશ કરનાર લોકો અને વિદ્યાર્થીઓને ખોટા પગલાં ન ભરવા માટે જાગૃત કરવામાં આવે છે. ત્યારે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને મેડિકલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ યુવતી પર દુષ્કર્મ આચર્યું છે કે નહિ તે હકીકત સામે આવશે.

a 190 વલસાડમાં યુવતીના આપઘાત મામલે મોટો ખુલાસો, દિવાળીના 2 દિવસ પહેલાં આચરાયું હતું દુષ્કર્મ

આ સમગ્ર ઘટના બાદ ત્યાંથી પસાર થતી એક બસના ડ્રાયવર યુવતીને ઘર સુધી જવામાં મદદરૂપ થયા હતા, એની પણ નોંધ ડાયરીમાં મળી આવતાં GRPની ટીમે વડોદરાના ગૌત્રી પોલીસની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. GRPની ટીમ યુવતીને મદદ કરનારા બસચાલકને શોધી તેનું નિવેદન મળવી રહી છે.

ગત દિવાળીના દિવસે 4 નવેમ્બરના રોજ વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનની સફાઈ કરતા સમયે કામદારોને D-12 કોચ માંથી એક યુવતીની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારબાદ, સફાઈ કર્મચારીએ તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર અને GRPની ટીમને ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતા વલસાડ GRPની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી જેમાં યુવતી પાસે કોઈપણ ટિકિટ કે પાસ મળ્યો નહોતો. જોકે, યુવતી પાસે મળી આવેલ ફોનના આધારે નવસારી રહેતા તેના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

a 191 વલસાડમાં યુવતીના આપઘાત મામલે મોટો ખુલાસો, દિવાળીના 2 દિવસ પહેલાં આચરાયું હતું દુષ્કર્મ

આ પણ વાંચો :જેસલમેર ફરવા જઇ રહેલા વડોદરાના પરિવારને નડ્યો અકસ્માત, ત્રણના મોત

આ ઘટના અંગે GRPની ટીમે તપાસ હાથ ધરી હતી. વલસાડ GRPના CPIને કેસની તપાસ સોંપવામાં આવી હતી. ઘટનાની ઝીણવટભરી રીતે તપાસ કરતાં યુવતીના રૂમમાંથી GRPની ટીમને એક ડાયરી મળી આવી હતી. આ ડાયરીમાં યુવતીએ પોતાની આપવીતી જણાવી હતી. જેમાં તેને, ધનતેરસના દિવસે બનેલી ઘટના લખી હતી. ડાયરી મુજબ યુવતી OASIS સંસ્થામાં ફેલોશિપ કરીને પોતાના રૂમ પર પરત ફરી રહી હતી. ત્યારે 2 રિક્ષાચાલકે તેનું અપહરણ કર્યું હતું. અને બાદમાં, તેને વડોદરા વેક્સિન કોલેજ ગ્રાઉન્ડમાં અવાવરૂ જગ્યામાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

આ બનાવમાં યુવતીના પિતાના જણવ્યાં મુજબ, યુવતી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને ધોરણ 10માં હતી ત્યારે જિલ્લામા તે પ્રથમ ક્રમે પાસ થઇ હતી. જે સંસ્થામાં માટે કામ કરતી હતી એમાં આત્મહત્યા કરનારા લોકો અને વિદ્યાર્થીઓને ખોટાં પગલાં નહીં ભરવા અને આત્મહત્યા નહિ કરવા માટે જાગ્રત કરવામાં આવે છે અને આજે દિકરીએ આવું પગલું ભરી લેતાં તેના પિતા ભારે આઘાતમાં મુકાયા છે.

a 192 વલસાડમાં યુવતીના આપઘાત મામલે મોટો ખુલાસો, દિવાળીના 2 દિવસ પહેલાં આચરાયું હતું દુષ્કર્મ

યુવતીએ તેના મોબાઈલથી OASIS સંસ્થાને કોઈ તેનો પીછો કરી રહ્યો હોવાનો મેસેજ સોશિયલ મીડિયા પર કર્યો હતો. સંસ્થાના આગેવાનોએ સવારે મોડો મેસેજ રીડ કર્યો હતો. યુવતીનો કોણ પીછો કરતું હતું, કયાં કારણોથી પીછો કરતું હતું એ તમામ બાબત રહસ્ય રહી.

આ પણ વાંચો : હારીજમાં પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મોઢું કાળું કરાયું, મૂંડન કરી માથે ગરમ દેવતા મૂકી વસાહતમાં ફેરવી

આ પણ વાંચો : પતિના ત્રાસથી વધુ એક મહિલાનો આપઘાત, આયશાનાં પતિ જેવી કરી હતી ભૂલ