GST raid/ અમદાવાદની 38 હોટેલો-રેસ્ટોરા પર દરોડા: પાંચ કરોડની કરચોરી પકડાઈ

જીએસટીની ટીમો હવે રેસ્ટોરા અને હોટેલો પર ત્રાટકી છે. અમદાવાદમાં સોથી પણ વધારે રેસ્ટોરા અને હોટેલો પર જીએસટીની ટીમોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં પાંચ કરોડથી વધારે રકમની જીએસટીની ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આગળ જતાં તપાસમાં તેના અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 55 અમદાવાદની 38 હોટેલો-રેસ્ટોરા પર દરોડા: પાંચ કરોડની કરચોરી પકડાઈ

અમદાવાદઃ જીએસટીની ટીમો હવે રેસ્ટોરા અને હોટેલો પર ત્રાટકી છે. અમદાવાદમાં સોથી પણ વધારે રેસ્ટોરા અને હોટેલો પર જીએસટીની ટીમોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં પાંચ કરોડથી વધારે રકમની જીએસટીની ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આગળ જતાં તપાસમાં તેના અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદની વર્લ્ડ કપની ફાઇનલ વખતે હજારો મુસાફરો હોટેલોમાં રોકાયા હતા. હોટેલોના સંચાલકો દ્વારા લાખો રૂપિયા વસૂલાયા હતા. તેની સામે ટેક્સ અને જીએસટીની તેમણે ચોરી કરી હતી. જીએસટી સંચાલકોને તેમના વ્યવહાર પરથી જ જીએસટી ચોરીની ગંધ આવી ગઈ હતી. એઆઇની સાથે પાક્કી બાતમીનો ઉપયોગ કરીને જીએસટીના અધિકારીઓએ અમદાવાદની 38 હોટેલો પર દરોડા પાડ્યા હતા અને દસ કરોડ રૂપિયાની જીએસટી ચોરી પકડી પાડી હતી.

આ પહેલા રાજ્યમાં જીએસટીની ટીમે ડ્રાયફ્રૂટના વેપારીઓને ત્યાં દરોડા પાડીને 25 કરોડની કરચોરી પકડી પાડી હતી. જીએસટીની ટુકડીના ધ્યાન પર આવ્યું હતું કે અમદાવાદ ઉપરાંત રાજ્યભરની હોટેલ અને રેસ્ટોરાના સંચાલકો મોટાપાયા પર જીએસટીની ચોરી કરી રહ્યા છે.

આને ધ્યાનમા રાખીને જીએસટીની ટીમે બાતમીદારોની ટુકડી સક્રિય કરી દીધી હતી. અધિકારીઓ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાની 100થી વધુ હોટેલ અને રેસ્ટોરા પર દરોડા પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં જ હોટેલ સંચાલકોએ બિલ વગર પાંચ કરોડની જીએસટી ચોરી કરી હોવાનો પર્દાફાશ થયો છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ