@દિવ્યેશ પરમાર
Surat News: સુરતમાં સોશિયલ મીડિયા થકી એક.ચોર યુવાનનું હદય પરિવર્તન થઈ ગયું હતું.સુરતના મોટા વરાછા મહાદેવ ચોક પાસે હંસ આર્ટ નામે આર્ટ વર્ક ચલાવતા યુવાનની બાઈક ચોરી થઈ ગઈ હતી.ત્યારબાદ યુવાને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને લખ્યું કે ચોર સજ્જન ખુશીથી તમે બાઈક ચલાવો અને આર સી બુક તેમજ બાઈકની ચાવી ત્યાં મુક્યા છે.એકાંતમાં આવી લઇ જજો મારી પાસે સાઇકલ છે તે ચલાવીશ ત્યારબાદ ચોરનું હદય પરિવર્તન થઈ ગયું હતું ત્યારબાદ ચોરે શુ કર્યું આવો જાણીએ
સોશિયલ મીડિયા એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની ગયું છે. સોશિયલ મીડિયા થકી મોટા ભાગના લોકો જોડાયેલા હોય છે અને લગભગ કામ કાજ પૂર્ણ થયા બાદ મોટા ભાગના લોકો સોશિયલ મીડિયામાં જ પોતાનો સમય પસાર કરે છે.જોકે આ સોશિયલ મીડિયા થકી કોઈ ચોરનું હદય પરિવર્તન થઈ જાય અને સારા કામ કરવા લાગે આવું સાંભળીએ તો.કેવું લાગે..હા આ પ્રકારની ઘટના બની છે સુરતના મોટા વરાછા વિસ્તારના મિડલ પોઇન્ટના પાર્કિંગમાં મિડલ પોઇન્ટ બિલ્ડીંગમાં આર્ટ વર્કનું કામ કરતા પરેશ ભાઈએ ચાર દિવસ પહેલા રાત્રીના સમયે પોતાના ઘરે જવા માટે પાર્કિંગમાં ગયા ત્યાં જઈને જોયું તો બાઈક ન હતું,તજેથી સીસીટીવી ચેક કર્યા તો એક યુવક બાઈક લઈને નાસી ગયો હતો.
આ જોઈ તેમને એક વિચાર આવ્યો અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જેમાં લખ્યું હતું ચોર સજ્જન તમે ખુશીથી બાઈક વાપરજો અને તમે જેમ બાઈકની ચોરી કરવા આવ્યા હતા તેમ આર સી બુક અને ચાવી પણ લઈ જજો એ હું પાર્કિંગમાં મૂકી આવ્યો છું.આ પોસ્ટ કર્યા બાદ પરેશ ભાઈ પોલીસ મથકે ફરિયાદ આપવા માટે પહોંચ્યા હતાં.જોકે આ પોસ્ટ બાદ જાણે ચમત્કાર થયો હોય તેમ ચોરે આ પોસ્ટ વાંચી હતી.જાણે ચોરનું હૃદય પરિવર્તન થઈ ગયું હોય તેમ બે દિવસ બાદ આ જ ચોર ચોરી ચુપેથી બાઈક પાર્કિંગમાં મૂકી ગયો હતો.એટલુંજ નહિ તેમણે બાઈક ચાલુ કરવા માટે જે વાયરિંગ તોડ્યું હતું તેમને પણ તેણે રીપેરીંગ કરી બાઈક મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો.આ ઘટના પણ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
મહત્વનું છે કે એક સોશિયલ મીડિયાની પોસ્ટ જો માણસના જીવનમાં એટલો બદલાવ લાવી શકે અને ચોરનું પણ હદય પરિવર્તન થઈ જતું હોય તો ખુબ જ સારી વાત કહેવાય..જોકે પરેશ ભાઈ એજે પોલીસમાં ફરિયાદ કરી હતી તે મામલે બાઇલ પરત મળી જતા તેમણે ફરિયાદ પછી લીધી હટીમ.અને ચોર નું હદય પરિવર્તન થઈ ગયું હોવાથી ચોર ને પણ તેમણે માફ કર્યો હતો.
આ પણ વાંચો:ત્રણ રાજ્યોમાં શાનદાર જીત, હવે ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત ભાજપ
આ પણ વાંચો:અમદાવાદ મેટ્રો 13 ડિસેમ્બરે ત્રણ કલાક માટે રહેશે બંધ, આ છે મુખ્ય કારણ
આ પણ વાંચો:મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં હળવદની બંને બેઠકો બિનહરીફ
આ પણ વાંચો:હેલિકોપ્ટરમાં જાન લઈને પહોંચ્યો ગુજ્જુ વરરાજો, લોકોમાં સર્જાયું ભારે કુતુહલ