@સાગર સંઘાણી
Jamnagar News: જામનગર શહેરમાં પણ લગ્નસરાની મોસમ પૂર બહારમાં ચાલી રહી છે, ત્યારે વરરાજા ની એન્ટ્રી પાડવા માટેના નવા નવા અને આકર્ષક પ્રયોગો થઇ રહ્યા છે, તે પ્રકારનો એક પ્રયોગ ગઈ કાલે જામનગરમાં જોવા મળ્યો હતો, અને રાજપૂત પરિવારમાં વરરાજાની ભાવનગર થી વેલ હેલિકોપ્ટર મારફતે જામનગર આવી પહોંચી હતી, આ વેળાએ પરિવારજનો તેમજ અન્ય લોકો ટોળે વળ્યા હતા.

જામનગરના રાજપૂત સમાજના અગ્રણી બિઝનેસમેન અજયસિંહ છત્રસિંહજી ચુડાસમાના પુત્ર કરણસિંહજીના લગ્ન પ્રસંગમાં બદલાતા સમયે અને પરંપરાઓની વચ્ચે સંસ્કૃતિનો પણ સુગમ સાથે રજવાડી ઠાઠમાઠ જોવા મળે તે માટે વિવિધ પ્રસંગમાં ચુડાસમા પરિવારના આંગણે સોમવારે હેલિકોપ્ટર મારફતે વેલનું આગમન થયું હતું.

ભાવનગરથી વરરાજાની આવેલી વેલ માટે ભારે ઠાઠમાઠ સાથે પરીવારજનો જોવા મલ્યો હતો. શહેરની મધ્યમાં હેલિકોપ્ટરનું ઉતરાણ થયું, ત્યારે ચુડાસમા પરિવારના સભ્યો અને નિમંત્રિત મહેમાનો તેમજ અન્ય લોકો ટોળે વળ્યા હતા.

કેટલાક લોકોએ હેલિકોપ્ટરની સાથે સેલ્ફી પણ પડાવી હતી.


આ પણ વાંચો:પત્નીની સામે જ દીકરી પર આચર્યું દુષ્કર્મ, કોર્ટે ફટકારી 20 વર્ષની જેલની સજા
આ પણ વાંચો:ડુંગળીની નિકાસ બંધ કરી દેતા ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયા
આ પણ વાંચો:હવે આણંદની ક્રીસેન્ટ રેસ્ટોરેન્ટ વિવાદમાં, મસાલા પાપડમાંથી નીકળ્યો વંદો
આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમને અપગ્રેડ કરવાની યોજના, 180 કરોડનો થશે ખર્ચ
