જુનાગઢ/ ડુંગળીની નિકાસ બંધ કરી દેતા ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયા

ડુંગળીની નિકાસ કરવા પર પ્રતિબંધ મુકતા ખેડૂતો બરાબર મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોને જે ડુંગળીના ₹700 ત્રણ દિવસ પહેલા મળતા હતા તેના હવે સીધા જ 400 રૂપિયા મળતા ખેડૂતોની હાલત દયનીય બની છે

Top Stories Gujarat Others
ડુંગળીની નિકાસ
  • જુનાગઢ : ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયા
  •  ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ  લાગતાં ખેડૂતો મુશ્કેલીમાં
  • માત્ર 400 રૂપિયા મળતા ખેડૂતો મુશ્કેલીમાં

Junagadh News:કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જેથી ભારતીય કિસાન સંઘ દ્વારા ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ હટાવવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરવામાં આવી છે. ખેતી પાકોના ભાવમાં નિયંત્રણ લાવવા ડુંગળીની નિકાસ કરવા પર પ્રતિબંધ મુકતા ખેડૂતો બરાબર મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોને જે ડુંગળીના ₹700 ત્રણ દિવસ પહેલા મળતા હતા તેના હવે સીધા જ 400 રૂપિયા મળતા ખેડૂતોની હાલત દયનીય બની છે અને ખેડૂતોએ લીધેલ બિયારણ પણ માથે પડ્યું છે.

ખેડૂતોને દિવસેને દિવસે રાતા પાણીએ રોવાનો વારો આવી રહ્યો છે ત્યારે વધુ એક વાર ડુંગળીની નિકાસ બંધ કરી દેતા ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે જેથી ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને વહેલી તકે ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ હટાવવા માંગણી કરવામાં આવી છે જો પ્રતિબંધ નહીં હટાવવામાં આવે તો ખેડૂતો ખેતર મૂકી રસ્તા પર ઉતરી જશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

રાજ્યમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થાય છે. ત્યારે ડુંગળીના નિકાસનો પ્રતિબંધ હટાવવા માગ કરવામાં આવી છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી સારા ભાવોથી પ્રેરાઈને ખેડૂતોએ વાવેતર કર્યું પણ કરમની કઠણાઈ છે કે ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોની દશા કફોડી થઈ હોય ત્યારે તૈયાર ડુંગળીના ઢગલે ઢગલા ખેતર વાડીમાં પડ્યા છે. યાર્ડમાં ડુંગળીની હરાજી નિકાસબંધીને કારણે ઠપ્પ થઈ જતાં ખેડૂતો જાયે તો જાયે કહાં જેવો ઘાટ ઘડાયો છે.


whatsapp ad White Font big size 2 4 ડુંગળીની નિકાસ બંધ કરી દેતા ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયા


આ પણ વાંચો:વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારનું જ સ્વેટર પહેરવાની ફરજ ના પાડે, શાળાના સંચાલકો માટે ખાસ પરિપત્ર

આ પણ વાંચો:અમરાઈવાડીમાં એસિડ એટેક, યુવતીને આપેલી ધમકીનું ઓડિયો રેકોર્ડિંગ આવ્યું સામે

આ પણ વાંચો:ગાય,ગંદકી અને રાજકારણ, પ્લાસ્ટિક ખાવાથી ગાયો મરે છે

આ પણ વાંચો:ઘર કંકાસમાં સગા પુત્રોએ લાકડી અને કોદાળીના ઘા ઝીકી પિતાની કરી હત્યા