Water Security/ ‘ખેતી માટે જળ સુરક્ષા‘ વિષય પર યોજાયો સેમિનાર

સરદાર પટેલ યુનિવર્સિટીના Water Security એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટર તેમજ નેશનલ કાઉન્સિલ ફોર ક્લાઈમેટ ચેન્જ, સસ્ટનેબલ ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક લીડરશિપ-અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ” વોટર સિક્યુરિટી ફોર એગ્રીકલચર” એટલે કે ‘ખેતીક્ષેત્ર માટે જળ સુરક્ષા‘ વિષય પર રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતેથી કૃષિ મંત્રી રાઘવજી પટેલ આ સેમિનારમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

Gujarat
  • ગાંધીનગર ખાતેથી કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા
  • રાજ્ય સરકારના દૂરંદેશી આયોજનના પરિણામે અગાઉના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પણ
  • સિંચાઇની સુવિધા અને જળાશયોની સંગ્રહ ક્ષમતા વધી છે: મંત્રી શ્રી રાઘવજી પટેલ

સરદાર પટેલ યુનિવર્સિટીના Water Security એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટર તેમજ નેશનલ કાઉન્સિલ ફોર ક્લાઈમેટ ચેન્જ, સસ્ટનેબલ ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક લીડરશિપ-અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ” વોટર સિક્યુરિટી ફોર એગ્રીકલચર” એટલે કે ‘ખેતીક્ષેત્ર માટે જળ સુરક્ષા‘ વિષય પર રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતેથી કૃષિ મંત્રી રાઘવજી પટેલ આ સેમિનારમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

મંત્રી રાઘવજી પટેલે સેમિનારનો Water Security શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં પાક ઉત્પાદન માટેની પ્રાથમિક જરૂરિયાત જમીનમાં ભેજનું પ્રમાણ છે. આ ભેજ વરસાદ કુદરતી રીતે આપે છે, જ્યારે સિંચાઇ વ્યવસ્થા તેમાં પૂરક રહે છે. ખેતી અને સિંચાઇ માટે પાણીની વ્યવસ્થા કરવી, તે માટેના વિવિધ પાસાઓને આવરી લઇ આગોતરું અને આયોજનબદ્ધ કામ કરવું તે અત્યારના સમયની માંગ છે, જેથી આ વિષય પર ચર્ચાઓ થવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

મંત્રી શ્રી પટેલે તેમના વિચારો રજૂ કરતાં Water Security ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ગત કેટલાક વર્ષો દરમિયાન વરસાદ સારો રહ્યો છે. રાજ્ય સરકારના દૂરંદેશી આયોજનના પરિણામે અગાઉના કચ્છ, બનાસકાંઠા અને અમરેલી જેવા દુકાળગ્રસ્ત વિસ્તારો પણ હવે નિયમિત વરસાદ પ્રાપ્ત કરે છે. જેના પરિણામે ગુજરાતમાં આજે સિંચાઇ સુવિધા વધી છે. રાજ્યના જળાશયોની સંગ્રહ ક્ષમતા વધારી છે અને અત્યારે મોટાભાગના જળાશયોમાં પૂરતા પ્રમાણમાં સિંચાઇનું પાણી ઉપલબ્ધ છે. આ ઉપરાંત નર્મદા કેનાલથી પણ સિંચાઇ વ્યવસ્થા વધુ સદ્રઢ બની છે. આવા વિવિધ કારણોસર રાજ્યમાં કૃષિ ઉત્પાદનનો વૃદ્ધિદર સારો રહ્યો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, દેશના આગામી અમૃતકાળમાં Water Security ગુજરાતના ખેડૂતોની આવક આવી જ રીતે ઉત્તરોત્તર વધતી રહે તે માટે અત્યારે પડકાર ઝીલવાનો સમય છે. ગુજરાતના ખેડૂતો વર્ષે એક પાકની જગ્યાએ ત્રણ પાક લઈ શકે તેવી સુદ્રઢ વ્યવસ્થાઓ ઊભી કરીને ખેડૂતોને તૈયાર કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગ્લોબલ વોર્મિંગ જેવા પરિબળોના કારણે વાતાવરણમાં પણ વિવિધ બદલાવો આવી રહ્યા છે. આવા પડકારોને ઝીલવા તેમજ ભવિષ્યને વધારે સુરક્ષિત કરવા માટે હજુ પણ કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓ લેવાના બાકી છે.

 

આ પણ વાંચોઃ માનવતા મરી પરવારી!/સુરતના કોઝ-વેમાંથી મળ્યો બાળકનો મૃતદેહ, કમરથી ધડ સુધીનો ભાગ ગાયબ

આ પણ વાંચોઃ બસ દુર્ઘટના/ઉત્તરાખંડ બસ દુર્ઘટનામાં 7 મૃતકો અને 28 ઘાયલોના નામની યાદી જાહેર,ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

આ પણ વાંચોઃ Single mother/બર્થ સર્ટિફિકેટમાં પિતાના નામની કોલમ ખાલી રાખવી પડશે, કાનૂની જંગ જીતી સિંગલ મધર, જાણો

આ પણ વાંચોઃ Child Vaccination/પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે શ્રમિક કુટુંબને એવું તે શું સમજાવ્યું કે તેના થઈ રહ્યા છે વખાણ

આ પણ વાંચોઃ Surat/સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એકસાથે 30 પ્રસુતિ થતા રેકોર્ડ સર્જાયો