Child Vaccination/ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે શ્રમિક કુટુંબને એવું તે શું સમજાવ્યું કે તેના થઈ રહ્યા છે વખાણ

ધૂડશિયા ગામે મજૂરી કામ કરતાં પરિવારમાં રસીકરણ અંગે ગેર માન્યતા હોય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે સતત પાંચ વખત તેમની મુલાકાત કરી રસીકરણનું મહત્વ સમજાવી 18 માસના બાળકનું રસીકરણ કર્યું.

Gujarat
Healthcare centre પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે શ્રમિક કુટુંબને એવું તે શું સમજાવ્યું કે તેના થઈ રહ્યા છે વખાણ

જામનગરઃ ધૂડશિયા ગામે મજૂરી કામ કરતાં Child Vaccination પરિવારમાં રસીકરણ અંગે ગેર માન્યતા હોય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે સતત પાંચ વખત તેમની મુલાકાત કરી રસીકરણનું મહત્વ સમજાવી 18 માસના બાળકનું રસીકરણ કર્યું. જામનગર જીલ્લાના ધૂડસીયા વાડી વિસ્તારમાં રહેતા મનસુખભાઈ ભંડેરીની વાડીમાં મૂળ મધ્યપ્રદેશના પ્રકાશભાઈ નીંગવાલ મજૂરી કામ કરવા જામનગર આવ્યા હતા. જેના 18 મહિનાના બાળક અસ્મિતા પ્રકાશ નીંગવાલનું રસીકરણ કરાવ્યું ન હતું.

તેથી જામવંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ Child Vaccination  બાળકનું રસીકરણ કરવા ગયેલ તો માતા-પિતાએ જણાવ્યું હતું કે અમારા બાળકને રસી આપવી નથી. રસીકરણ કરવાથી બાળક બીમાર પડે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા સતત ૫ વખત તેમની મુલાકાત કરવામાં આવી પરંતુ માતાપિતાને રસીકરણ અંગે ગેરમાન્યતા હતી.

જીલ્લા આર.સી.એચ.ઓ ડો.નુપુર પ્રસાદ અને Child Vaccination  ડી.એચ.એસ વિજયભાઈ જોશી દ્વારા પરિવારની મુલાકાત કરવામાં આવી અને તેઓને રસીકરણનું મહત્વ અને તેના ફાયદા વિષે સમજણ આપતા જણાવ્યું હતું કે, બાળકને કઈ રસી લેવાની છે, રસી કયા રોગ સામે રક્ષણ આપશે, રસીનું મહત્વ સમજાવામાં આવ્યું , તેની આડ અસર વિષે માહિતી આપવામાં આવી, અને જો રસીકરણ કરવામાં ન આવે તો બાળકને શું ગેરલાભ થશે તે વિશે ખુબ ગંભીરતાથી સમજાવામાં આવ્યું. બાદમાં પરિવારને વાત સમજાઈ તેની ગેરમાન્યતા દુર થઈ અને બાળકને મીઝલ્સ રૂબેલા, ડી.પી.ટી, ઓ.પી.વી અને વીટામીન-A સીરપ આપવામાં આવ્યું હતું.

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયાના Child Vaccination માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા બાળકનું રસીકરણ કરવામાં આવતા માતાપિતા અને વાડી માલિક દ્વારા જીલ્લા આર.સી.એચ.ઓ અને આરોગ્યની SBCC ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

 

આ પણ વાંચોઃ Surat/મારી માટી મારા દેશ અંતર્ગત સુરત પોલીસ દ્વારા કબડ્ડીની ફાઇનલ મેચ યોજાઈ

આ પણ વાંચોઃ યે આગ કબ બુજેગી/રિવાબા સાંભળો…..ઓકાત શબ્દથી પરિવારમાં નારાજગી : મેયર બીનાબેન

આ પણ વાંચોઃ કોમી છમકલું/આણંદમાં તિરંગા રેલી અદાવત મામલે વિધર્મીઓનો યુવક પર હુમલો

આ પણ વાંચોઃ Post Against RSS/ઉપલેટામાં RSS સામે પોસ્ટ મૂકવાનું ઉદ્યોગપતિને ભારે પડ્યું

આ પણ વાંચોઃ gujarat rain/રાજ્યમાં વરસાદનું વેકેશન પૂરુ, આજથી સિસ્ટમ સક્રિય