વરસાદ/ સૌરાષ્ટ્રમાં મેઘમહેર, ભારે વરસાદને કારણે રસ્તાઓ જળબંબાકાર

જિલ્લાના બોટાદ, સમઢીયાળા, લાઠીદડ, સેથળી સહિત વિસ્તારોમાં  સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઢાળા અને ઉપલેટામાં પણ સવારથી ધોધમાર મેઘ મહેર ચાલુ છે.

Top Stories Gujarat
વરસાદ

ગુજરાત રાજ્યમાં ચોમાસુ  બરોબર જામ્યુ છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જેવા કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં  અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે. જો કે સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં પણ  મેઘરાજાએ મહેર કરી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જયારે વેરાવળ અને સોમનાથમાં દોઢ ઈંચ અને સુત્રાપાડામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા જેના કારણે વાહન ચાલકોમાં ભારે મુશ્કેલી જોવા મળી હતી. ત્યારે બીજી બાજુ ગીરનારમાં અનરાધાર વરસાદના લીધે રોપવે હાલ બંધ કરી દેવામાં આવ્યું છે અને વરસાદને કારણે દામોદર કુંડના પગથિયાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

બોટાદ જિલ્લા ના રાણપુર શહેરમાં વરસાદ શરુ થઇ ચુક્યો છે. જિલ્લાના બોટાદ, સમઢીયાળા, લાઠીદડ, સેથળી સહિત વિસ્તારોમાં  સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઢાળા અને ઉપલેટામાં પણ સવારથી ધોધમાર મેઘ મહેર ચાલુ છે. ગઢાળા અને ઉપલેટાના હાઇવે ને જોડતો એક માત્ર કોઝ વે ઉપર પાણી ફરી વળ્યાં છે. ભારે વરસાદ ના પગલે ગઢાળાનો ચેક ડેમ ઓવર ફ્લોવ થતા કોઝ વે ઉપર પાણી ફરી વળ્યા છે.

ભારે વરસાદના પગલે  આસપાસના નદી નાળામાંથી પાણી આવતા ગઢાળા નો ચેક ડેમ ઓવરફ્લો થયો છે. ગઢાળા ગામના લોકો ને ઉપલેટા જવાનો એક માત્ર રસ્તો ક્રોજવે પાણીમાં ગરકાવ થતા ગ્રામ જનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ધોરાજી

ધોરાજી નાં મોટી મારડમાં શાબેલેધાર 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોરાજી તાલુકાનાં મોટી મારડ ગામે મેઘરાજા નું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ધોરાજી તાલુકા નાં મોટી મારડ ગામમા ધોધમાર 9 ઈંચ વરસાદ ખાબકતા મોટી મારડ ગામના ચેક ડેમો તળાવ ઓવર ફ્લો થયો છે. લોકો જીવ નાં જોખમે વાહનો પસાર કરી રહ્યા છે. મોટી મારડ નાં ખેતરો મા પણ પાણી ફરી વળ્યા છે. સિઝન નો સૌથી સારો વરસાદ પડતાં ધરતીપુત્રો માં આનંદ જોવા મળી રહ્યો છે.