Gujarat Weather News: આકરી ગરમી વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. પ્રિ-મોન્સુન એક્ટિવટીમાં વધારો થતાં આગામી દિવસોમાં વંટોળ સાથે વરસાદ પડવાની સંભાવના છે.
આગાહી મુજબ 4 જૂન સુધી અનેક જીલ્લાઓમાં વરસાદ પડશે. નડિયાદ, વડોદરા, આણંદ, ધંધુકા, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. વરસાદ પડવાથી ગરમીના પ્રકોપથી છુટકારો મળ્યાનો અહેસાસ થશે.

આ પણ વાંચો: ગેમઝોન કાંડનો વધુ એક આરોપી ઝડપાયો, વધુ ખુલાસા થવાની સંભાવના
આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’
આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ
