Not Set/ 20મી ડીસેમ્બરે જસદણ વિધાનસભા બેઠકની પેટા ચુંટણી,આ તારીખે થશે મત ગણતરી

અમદાવાદ, 72- જસદણ વિધાનસભાના સભ્ય કુંવરજી બાવળીયાએ રાજીનામું આપતા ખાલી પડેલ બેઠકની ચુંટણી તારીખ 20મી ડીસેમ્બર 2018 ગુરુવારના રોજ યોજવાનું ચુંટણી પંચે નક્કી કર્યું છે. મતગણતરી તારીખ 23મી ડીસેમ્બરે યોજાશે, એમ રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડો,એસ.મુરલીક્રિષ્ણા દ્વારા જણાવાયું છે. તેમણે વધુમાં જણાવાયું હતું કે,  જસદણ વિધાનસભાની પેટા ચુંટણી દરમિયાન મતદાન માટે ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન(EVM) તથા […]

Top Stories Gujarat Others

અમદાવાદ,

72- જસદણ વિધાનસભાના સભ્ય કુંવરજી બાવળીયાએ રાજીનામું આપતા ખાલી પડેલ બેઠકની ચુંટણી તારીખ 20મી ડીસેમ્બર 2018 ગુરુવારના રોજ યોજવાનું ચુંટણી પંચે નક્કી કર્યું છે.

મતગણતરી તારીખ 23મી ડીસેમ્બરે યોજાશે, એમ રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડો,એસ.મુરલીક્રિષ્ણા દ્વારા જણાવાયું છે.

તેમણે વધુમાં જણાવાયું હતું કે,  જસદણ વિધાનસભાની પેટા ચુંટણી દરમિયાન મતદાન માટે ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન(EVM) તથા VVPATનો ઉપયોગ કરાશે અને મતદાન અર્થે આવનાર મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડનો ઉપયોગ કરવામાં આવશે.