Bharuch News/ અંકલેશ્વરમાં બની આ કરુણ ઘટના, છઠ પૂજાના જળકુંડમાં 5 વર્ષના માસૂમનું નીપજ્યું મોત

ઉત્તર ભારતીય શ્રદ્ધાળુઓ માટે છઠ પૂજાનું જળકુંડ બનાવવામાં આવ્યું હતું. વરસાદને કારણે કુંડ પાણીથી છલોછલ ભરાઈ ગયું હતું

Top Stories Gujarat Others Breaking News

Bharuch News: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના મહેન્દ્રનગર વિસ્તારમાં બનેલી આ ઘટના એ વાતાવરણ કરુણમય બનાવી દીધું  છે. છઠ પૂજાના પ્રસંગે તૈયાર કરાયેલા જળકુંડમાં 5 વર્ષના માસૂમ બાળકનું ડૂબી જવાથી મોત નીપજ્યું, જ્યારે બીજું એક બાળક સમયસર બચાવી લેવાયું હતું.

આ ઘટના વિશે વધુ જાણીએ

માહિતી અનુસાર, ગડખોલના મહેન્દ્રનગર વિસ્તારમાં ઉત્તર ભારતીય શ્રદ્ધાળુઓ માટે છઠ પૂજાનું જળકુંડ બનાવવામાં આવ્યું હતું. વરસાદને કારણે કુંડ પાણીથી છલોછલ ભરાઈ ગયું હતું. ગઈ કાલે સાંજના સમયે નજીકમાં રમતા બે નાના બાળકો અચાનક જળકુંડમાં પડી ગયા હતા.

આસપાસ હાજર લોકોએ તરત જ બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમ છતાં, કમનસીબે 5 વર્ષનો એક માસૂમ બાળક કુંડમાંથી બહાર આવી શક્યો ન હતો અને તેનું મોત નિપજ્યું. બીજું બાળક સમયસર બહાર કાઢી લેવામાં આવતા તેનો જીવ બચી ગયો.

[fvplayer id=”63″]

ગામમાં શોક અને રોષ

આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે શોક વ્યાપી ગયો છે. મૃતકના પરિવારમાં તો કરુણ આક્રંદ મચ્યો છે, જ્યારે સ્થાનિક લોકોએ પણ આ બનાવને લઈને રોષ વ્યક્ત કર્યો છે. ગામલોકોએ જવાબદાર તંત્ર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

[fvplayer id=”64″]

પોલીસની કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર બી. ડિવિઝન(B DIVISION) પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે લઈને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

છઠ પૂજાની તૈયારી માટે બનાવવામાં આવેલું જળકુંડ માસૂમ માટે મોતનું કુંડ સાબિત થયું છે. આ ઘટનાએ તંત્રની બેદરકારી પર ફરી પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક લોકોની માંગ છે કે આવનારા સમયમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરાઃ હરણી તળાવ દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટરોને લઈને ચોંકાવનારી હકીકત સામે આવી

આ પણ વાંચો:વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી રિટ પિટિશન

આ પણ વાંચો:હરણી તળાવ દુર્ઘટના મામલે 18 સામે ગુનો નોંધાયો, હર્ષ સંઘવીએ આપ્યા કડક તપાસના આદેશ