Surat News/ સુરતમાં ટ્રિપલ અકસ્માત : બે ટ્રક વચ્ચે કારનો કચ્ચરઘાણ, ફસાયેલા યુવકને પતરૂ કાપી બચાવાયો, છ ઘાયલ

અકસ્માતની ઘટનાને પગલે નેશનલ હાઈવે 48 પર લાંબો ટ્રાફિકજામ થયો હતો

Gujarat Surat

Surat News : સુરતમાં થયેલા એક વિચિત્ર અકસ્માતમાં બે ટ્રક વચ્ચે કાર આવી જતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ બનાવની વિગત મુજબ સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે 48 ઉપર માંગરોળ પાસે 22 મેની મોડીરાત્રે ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી, જેમાં બે ટ્રક વચ્ચે કાર ફસાઈ જતાં સેન્ડવિચ બની ગઈ હતી. એને પગલે કારમાં સવાર એક યુવક કારમાં ફસાઈ ગયો હતો, જેને કારનું પતરું કાપી ભારે જહેમત બાદ બચાવવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે 48 ઉપર માંગરોળ તાલુકાના પીપોદરા ગામ પાસે ગત મોડીરાત્રે ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક ટ્રકચાલકે આગળ જઈ રહેલી કાર (GJ 27 EA 7840)ને જોરદાર ટક્કર મારી હતી. એને પગલે કાર આગળ જઈ રહેલી અન્ય ટ્રકમાં ઘૂસી ગઈ હતી.બંને ટ્રક વચ્ચે કાર ફસાઈ જતાં કારનો બુકડો બોલાઇ ગયો હતો. એને પગલે કારમાં સવાર 7 લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સાત પૈકી 6 લોકો બહાર નીકળી ગયા હતા, જ્યારે એક યુવક કારમાં ફસાઈ ગયો હતો.

ઘટનાને પગલે સ્થાનિકો તેમજ અન્ય વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસ અને કામરેજ ફાયર વિભાગ ટીમને કરવામાં આવતાં બંને ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને કારનું પતરું તોડી ભારે જહેમત ઉઠાવી બહાર કાઢ્યો હતો. ઇજાગ્રસ્ત તમામ લોકોને કામરેજના ખોલવડ ગામ ખાતે આવેલી દીનબંધુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, કોઈ ગંભીર ઇજાઓ પહોંચી નથી. અકસ્માતની ઘટનાને પગલે નેશનલ હાઈવે 48 પર લાંબો ટ્રાફિકજામ થયો હતો. હાજર તંત્રના માણસોએ અકસ્માતગ્રસ્ત વાહનો હાઇવેની સાઇડ કરી હાઇવે ખુલ્લો કરાવ્યો હતો.

ઇજાગ્રસ્તોનાં નામ

રિંકુબેન ભરતભાઈ પટેલ
ભરતભાઈ કિશોરભાઈ પટેલ
અમિષભાઈ હસમુખભાઈ પટેલ
ગીતા ભરતભાઈ પટેલ
વેદેહી ભરતભાઈ પટેલ
વિજય અમનભાઈ પટેલ (ડ્રાઈવર)
મનન હિતેશ પટેલ


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: GSRTC અને ગુજરાતના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજથી અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે નવી વોલ્વો બસ સેવાનો પ્રારંભ

આ પણ વાંચો: કચ્છ રણોત્સવ 2024નો પ્રારંભ: 28 ફેબ્રુઆરી સુધી લાખો પ્રવાસીઓ રણના રંગો માણશે; ટેન્ટ સિટી, 20થી વધારે એક્ટિવિટી

આ પણ વાંચો: કચ્છ રણોત્સવમાં ગેરરીતિ મામલે હાઈકોર્ટે ટેન્ડર કર્યુ રદ