Ahmedabad News: દેશભરમાં ધમકીભર્યા ઈમેઇલ કરનાર રેની જોશીલડા નામની યુવતીની ચેન્નાઈથી ધરપકડ કરવામાં આવી છે. 21 ધમકીભર્યા ઈમેઇલ અમદાવાદમાં કર્યા હતા. સિવિલ હોસ્પિટલમાં પહેલો મેઈલ, બાદમાં સ્ટેડિયમ ઉડાવી દેવાની પણ ધમકી આપી હતી, બોપલની સ્કૂલમાં પણ મેઈલ કર્યો હતો. 11 રાજ્યની પોલીસ આરોપીને પકડવા કામે લાગી હતી, જેની પોલીસને સફળતા મળી છે.
દેશભરમાં ધમકીભર્યા ઈમેઇલ કરનાર રેની જોશીલડાની ચેન્નાઈથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેણે BE એન્જિનિયરિંગ કર્યું છે, બાદમાં રોબોટિકસનો કોર્સ કર્યો છે. હાલ એક કંપનીમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહી છે. આરોપીની પૂછપરછ કરાતા સામે આવ્યું કે પ્રેમમાં નિષ્ફળતા મળતાં તેનેે આવું કૃત્ય કર્યું. એક તરફી પ્રેમિકા હતી, પ્રેમીના લગ્ન થઈ જતા તેને ફસાવવા આ કૃત્ય કર્યું હતું. 80 વર્ચ્યુઅલ નંબર વાપરતી હતી.

11 રાજ્યની પોલીસ આ આરોપીને પકડવા માટે કામ કરતી હતી, આરોપી યુવતી પાસેથી અનેક ગુના સંબંધિત પુરાવાઓ મળી આવ્યા છે. યુવતીએ પાકિસ્તાનની વેબ આઇડી બનાવી હતી, દિવીશ પ્રભાકરના પ્રેમીના નામના એકાઉન્ટનો ઉપયોગ કરતી હતી. મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં મેઈલ કર્યા હતા. જો પકડાઈ ન હોત તો રથયાત્રામાં પણ ધમકીભર્યો મેઈલ કરી શકતી હોત. તપાસ આધારે 100 કરતા વધુ મેઈલ કર્યા હોય શકે છે તેમ પોલીસનું માનવું છે. પ્લેન ક્રેશ બાદ 13મી જૂને તેણે સિવિલ હોસ્પિટલને મેઇલ કરી પ્લેન ક્રેશની ખોટી જવાબદારી લીધી હતી.
આ પણ વાંચો:વડોદરામાં નવરચના સ્કૂલને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
આ પણ વાંચો:મારી પાસે બોમ્બ છે કહીને એર ઇન્ડિયાની ફ્લાઇટને માથે લેનાર મુસાફરની પોલીસે કરી ધરપકડ
આ પણ વાંચો:એર ઇન્ડિયાના વિમાનમાં બોમ્બ હોવાની ધમકી, થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ
