બોલીવુડ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની તપાસ ચાલુ છે. શુક્રવારે એનસીબીએ ટીવી અભિનેતા ગૌરવ દીક્ષિતની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીએ તેના ઘરમાંથી એમડી ડ્રગ્સ અને ચરસ જપ્ત કર્યા છે. અભિનેતા એજાઝ ખાનની પૂછપરછના આધારે ગૌરવની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો :શિલ્પા શેટ્ટીએ પોસ્ટર શેર કરી કબૂલી પોતાની ભૂલ, કહ્યું , ભૂલ કરી છે પણ..
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, NCB એ અહેવાલ આપ્યો છે કે ગૌરવ દીક્ષિતની ધરપકડ કરવામાં આવી છે. એમડી અને ચરસ તેના ઘરેથી દરોડામાં મળી આવ્યા છે. અભિનેતા એજાઝ ખાનની ધરપકડ કર્યા બાદ પૂછપરછ દરમિયાન તેનું નામ સામે આવ્યું હતું.
NCB arrested TV actor Gaurav Dixit after MD and Charas was recovered from his residence in a raid. He has been arrested in connection with the interrogation of actor Ajaz Khan: Narcotics Control Bureau#Mumbai
— ANI (@ANI) August 27, 2021
ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં એનસીબી દ્વારા ગૌરવ દીક્ષિતના લોખંડવાલા વિસ્તારમાં સ્થિત ઘરમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને તે સમયે ઘરમાંથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ડ્ર્ગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. ગૌરવની મિત્રએ એજન્સીના અધિકારીઓને જોઈ લીધા હતા અને પછી બન્ને ફરાર થઈ ગયા હતા. એજન્સી ત્યારથી ગૌરવની શોધમાં હતી.
આ પણ વાંચો : સિઝન 13 ને કરોડપતિ મળી ગયા,અંધ સ્પર્ધક હિમાની બુંદેલા કેબીસીના પ્રથમ કરોડપતિ બન્યા,7 કરોડ માટે રમશે
ગૌરવ દીક્ષિત માત્ર ટીવી એક્ટર નથી તેણે અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હૈપ્પી ભાગ જાયેગી, હૈપ્પી ફિર ભાગ જાયેગી, દહત- આ રેસ્ટલેસ માઈન્ડ, ધ મેજિક ઓફ સિનેમા, ગંગા પાર સૈયા હમાર જેવી ફિલ્મોમાં ગૌરવે કામ કર્યું છે. આ સિવાય તેણે પોપ્યુલર ટીવી શૉ સીતા અને ગીતામાં કામ કર્યું છે. તેણે અનેક કમર્શિયલમાં પણ કામ કર્યું છે.
આ પણ વાંચો :અમિતાભ બચ્ચનના પર્સનલ બોડીગાર્ડનો વાર્ષિક પગાર છે આટલો, રકમ જાણીને આંખો ફાટી જશે
ગૌરવ મૂળ ભોપાલનો નિવાસી છે અને તેણે પાવર ઈલેક્ટ્રિકલમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. ત્યારપછી તેણે મોડલિંગની શરુઆત કરી હતી અને અભિનેતા બની ગયો. તેણે ફિલ્મોમાં કામ મેળવવા માટે ઘણો સંઘર્ષ કર્યો. શરુઆતમાં જ્યારે કામ નહોતુ મળતું તો 2-3 વાર તે ઘરે પાછો ફરી ગયો હતો. પરંતુ તેને પરિવારનો ઘણો સપોર્ટ મળ્યો. પરિવારના કહેવા પર તે મુંબઈ પાછો આવી ગયો અને કામ કરવાની શરુઆત કરી.
એજાઝ ખાનની ધરપકડ
એજાઝ ખાન 31 માર્ચે મુંબઈ એરપોર્ટ પરથી પકડાયો હતો. એનસીબીએ એજાઝ અંગે અંધેરી અને લોખંડવાલામાં ઘણી જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ડ્રગ તસ્કર શાદાબ બટાટાની પૂછપરછ દરમિયાન એજાઝનું નામ સામે આવ્યું હતું. પહેલા બટાટાની ધરપકડ કરવામાં આવી, ત્યારબાદ તપાસ એજન્સીએ એજાઝની પૂછપરછ કરી અને તેનું નિવેદન નોંધ્યું.
આ પણ વાંચો :ટોમ ક્રુઝને થયુ હજારો પાઉન્ડનું નુકશાન, બોડીગાર્ડની BMW માં રાખેલા સામાનની થઈ ચોરી
આ પણ વાંચો :સોનુ સૂદે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે કરી મુલાકાત, AAP માં જોડાવાની અટકળો
