Harni Boat Accident/ હરણી તળાવ દુર્ઘટના મામલે 18 સામે ગુનો નોંધાયો, હર્ષ સંઘવીએ આપ્યા કડક તપાસના આદેશ

હરણી તળાવમાં બોટ પલટી જતા 15 લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં 18 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હરણી પોલીસ સ્ટેશનમાં મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂદ્ધ બેદરકારી તથા નિષ્કાળજીનો ગુનો નોંધવામાં આવ્યો છે.

Gujarat
YouTube Thumbnail 2024 01 19T115500.708 હરણી તળાવ દુર્ઘટના મામલે 18 સામે ગુનો નોંધાયો, હર્ષ સંઘવીએ આપ્યા કડક તપાસના આદેશ

Vadodara News: વડોદરા શહેરમાં ગઈ કાલે સાંજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ન્યૂ સનરાઇઝ સ્કૂલના 80થી વધુ વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં હરણી તળાવમાં બોટ પલટી જતા 15 લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં 18 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હરણી પોલીસ સ્ટેશનમાં મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂદ્ધ બેદરકારી તથા નિષ્કાળજીનો ગુનો નોંધવામાં આવ્યો છે.

WhatsApp Image 2024 01 19 at 11.48.57 AM 1 હરણી તળાવ દુર્ઘટના મામલે 18 સામે ગુનો નોંધાયો, હર્ષ સંઘવીએ આપ્યા કડક તપાસના આદેશ

 

કરૂણ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર બાળકો અને શિક્ષકોના આજે અંતિમ સંસ્કાર થશે. આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો 18 જાન્યુઆરીના રોજ શહેરના પ્રખ્યાત હરણી તળાવ પર પિકનિક મનાવી રહ્યા હતા. તળાવમાં બોટિંગની પણ સુવિધા હોવાથી બાળકોને રાઈડ સવારી કરવામાં આવી હતી. બાળકો બોટિંગનો આનંદ લઈ રહ્યા હતા ત્યારે વધુ વજનના કારણે અચાનક બોટ પલટી ખાઈ જતા બાળકો દુર્ઘટનાનો શિકાર બન્યા. અહેવાલ મુજબ બાળકો અને શિક્ષકોએ લાઈફ જેકેટ પહેર્યું ન હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.

આ દુર્ઘટનામાં  કોટીયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડનાં કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.  આ બોટની ક્ષમતા માત્ર 16ની જ હતી. તેમ છતાં તેમણે  34થી વધુ લોકોને એક જ બોટમાં બેસાડ્યા હતા, આ કારણે બોટનું વજન વધ્યું અને દુર્ઘટના સર્જાઈ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક તપાસના આદેશ આપ્યા છે. તેમજ 18 લોકો સામે ગુનો નોંધાયો છે.

ગુનેગારો

બિનીત કોટીયા, હિતેષ કોટીયા, ગોપાલદાસ શાહ, વત્સલ શાહ, દિપેન શાહ, ધર્મીલ શાહ, રશ્મિકાંત સી. પ્રજાપતિ, જતીનકુમાર હરીલાલ દોશી, નેહા ડી.દોશી, તેજલ આશિષકુમાર દોશી, ભીમસિંગ કુડિયારામ યાદવ, વૈદપ્રકાશ યાદવ, ધર્મીન ભટાણી, નુતનબેન પી.શાહ, વૈશાખીબેન પી.શાહ, મેનેજર હરણી લેકઝોન શાંતિલાલ સોલંકી સહિતના સામે ગુનો નોંધવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ બોટ કાંડમાં ન્યૂ સનરાઇઝ સ્કૂલ સરકારની ગાઇડલાઇનનું પાલન કરવામાં નિષ્ફળ

આ પણ વાંચોઃ  

આ પણ વાંચોઃ