Not Set/ 35ની ક્ષમતાવાળી લીંબડી સબ જેલમાં કુલ 52 કેદી..! તેમાં પણ 39 સંક્રમિત, તો સારવારનું શું ?

સરકારી રાહે વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગુનાનું કોઇ સામ્રાજ્ય જ નથી, ગુજરાતમાં હમેંશા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બેનમૂન જ હોય છે, પરંતુ જમીની હકીકતનો તાગ મેળવવો હોય તો ગુજરાતની કોઇ પણ જેલ જે જીલ્લા જેલ હોય કે સબ-જેલ, તપાસવામાં આવે તો કેદીને રાખવાની કાયદેસરની ક્ષમતા કરતા કાયમ માટે અનેક ગણા કેદીઓ વધારે જ હોય […]

Gujarat Others
1cc88f5d7c07dcf0f6bb813339811651 35ની ક્ષમતાવાળી લીંબડી સબ જેલમાં કુલ 52 કેદી..! તેમાં પણ 39 સંક્રમિત, તો સારવારનું શું ?

સરકારી રાહે વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગુનાનું કોઇ સામ્રાજ્ય જ નથી, ગુજરાતમાં હમેંશા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બેનમૂન જ હોય છે, પરંતુ જમીની હકીકતનો તાગ મેળવવો હોય તો ગુજરાતની કોઇ પણ જેલ જે જીલ્લા જેલ હોય કે સબ-જેલ, તપાસવામાં આવે તો કેદીને રાખવાની કાયદેસરની ક્ષમતા કરતા કાયમ માટે અનેક ગણા કેદીઓ વધારે જ હોય છે. લીંબડી સબજેલ પણ આમાથી બાકાત નથી.

ગત 7 સપ્ટેમ્બરે 35 કેદીની કાયદેસરની ક્ષમતા ઘરાવતી લીંબડી સબ જેલમાં કુલ 52 કેદીઓમાંથી 39 કેદી અને 1 કોન્સ્ટેબલનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. ગુરુવારે સુરેન્દ્રનગર ડીડીઓ, પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સબ જેલની મુલાકાતે આવેલા ત્યારે એ જોવાનુ રહ્યું કે જે સબ જેલમાં 35 કેદીઓ ને જ રાખવાની સમતા છે, ત્યાં 39 કોરોના પોઝિટિવ કેદી બે દિવસ થવા છતાં તમામ કોરોના પોઝિટિવ કેદીઓને એક સાથે રાખવામાં આવ્યા છે. તેમજ આ જ સબ જેલમાં 13 કેદીઓ કે જેને કોઇ પણ પ્રકારનાં કોરોનાના લક્ષણ નથી, તે પણ આ જ સબ જેલમાં છે, જો કે, અલગ બેરકમાં રાખવામાં આવ્યા છે. હવે જોવાનુ એ રહ્યું કે તેમને જેલમાં તમામ કોરોના પોઝિટિવ કેદી દર્દીઓને સારવાર કેવી રીતે મલશે…?  

લીંબડીમાં 35 કેદીની ક્ષમતા ધરાવતી સબ જેલમાં તંત્રએ 52 કેદીને ઠુસ્યા છે. 52 કેદીમાંથી 39 કેદી અને 1 કોન્સ્ટેબલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જેલ તંત્ર અને આરોગ્ય વિભાગની મોટી બેદરકારી સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. આરોગ્યની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. કોરોના કેસનો આંકડો ઓછો દેખાડવા માટે રેપિડ ટેસ્ટમાં આવેલ પોઝિટિવ કેસ ગણવાનું જ બંધ કરી દેવામાં આવી હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે. લીંબડી સબ જેલના 39 કેદી અને 1 કોન્સ્ટેબલના કોરોના રિપોર્ટની માહિતી આપવા નાયબ કલેકટર, મામલતદાર અને આરોગ્ય અધિકારીએ મોં ખોલ્યું નહોતું. પોતાની જવાબદારીથી હાથ અધ્ધર કરી લેતા લોકોમાં અનેક ચર્ચાઓએ વેગ પકડયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews