Gujarat/ રાજ્યમાં જામી શિયાળાની જમાવટ, નલિયા 12 ડિગ્રી સાથે ઠંડુગાર

ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે, જેના કારણે દેશભરના રાજ્યોમાં ઠંડીનું જોર વધી રહ્યું છે, જેમાં હવે ગુજરાત રાજ્યમાં પણ શિયાળાની જમાવટ જામી છે.

Gujarat Others
a 179 રાજ્યમાં જામી શિયાળાની જમાવટ, નલિયા 12 ડિગ્રી સાથે ઠંડુગાર

રાજ્યમાં શિયાળાની જામી જમાવટ
ઠંડીમાં ક્રમશઃ થઈ રહ્યો છે વધારો
નલિયા 12 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર
અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી
ઠંડીમાં તંદુરસ્તી મેળવવા લોકોમાં જાગૃતિ
ગાર્ડનમાં કસરત કરતા જોવા મળ્યા લોકો

ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે, જેના કારણે દેશભરના રાજ્યોમાં ઠંડીનું જોર વધી રહ્યું છે, જેમાં હવે ગુજરાત રાજ્યમાં પણ શિયાળાની જમાવટ જામી છે.

ભારે હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે, જેમાં રાજ્યનું નલિયા 12 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર સાબિત થયું છે. બીજી તરફ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ ઠંડીની શરૂઆત સાથે જ ઠંડીમાં તંદુરસ્તી મેળવવા લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે અને લોકો ગાર્ડનમાં કસરત કરતા જોવા મળ્યા હતા.