તાલાલા/ હીરણ નદીના દૂષિત પાણીથી વન્યજીવ ખતરામાં, GPCB બોર્ડે ફટકારી નોટિસ

તાલાલા નગરપાલીકા દ્વારા દુષિત પાણી હીરણ નદીમાં નાખતા નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાલાલા નગરપાલીકા GPCB બોડૅ ને નોટિસ ફટકારી જવાબ રજુ કરવા આદેશ કર્યો છે. દૂષિત પાણીને લઈને…

Gujarat Others
Talal Hiran Lake

Talal Hiran Lake: તાલાલા નગરપાલીકા દ્વારા દુષિત પાણી હીરણ નદીમાં નાખતા નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાલાલા નગરપાલીકા GPCB બોડૅ ને નોટિસ ફટકારી જવાબ રજુ કરવા આદેશ કર્યો છે. દૂષિત પાણીને લઈને  આશરે એક ટન જેટલી મોટા કદની મૃત માછલીઓનો જોઈને પર્યાવરણપ્રેમીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો.

જણાવી દઈએ કે છેલ્લા ચાર વર્ષથી રહેતા લોકો અને  વન્ય પ્રાણી પશુ પંખી આ પ્રદુષણનો સામનો કરી રહ્યાં હતા. જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે માં PIL દાખલ કરવામાં આવતા હાઇકોર્ટે દ્રારા લાલ આંખ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાંથી પસાર થયેલ જીવોદોરી સમાન અને વન્ય પ્રાણી, પશુ-પંખી જેવા નંદીમાં વસવાટ કરતા નાના મોટા જીવ જંતુને પાણી પીવા માટે પુરી પાડતી સ્વરછ હીરણને તાલાલા નગરપાલીકા દ્વારા તાલાલાનું ગટરનું ગંદુ કેમિકલ યુક્ત દૂષિત પાણી નાખવામાં આવતું હતું, જેને લઈને પ્રદૂષિત હીરણ નદીનું પાણી વન્ય પ્રાણી પશુ પંખી નાના મોટા જીવ જંતુ પીતા સ્વાસ્થ અને આરોગ્ય સાથે છેલ્લા ચાર વર્ષથી ચેડાં કરવામાં આવવાં છતાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી.

નોંધનીય છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટેમાં એડવોકેટ પ્રશાંત ચાવડા દ્વારા તમામ પુરાવા સહિત ગુજરાત હાઈકોર્ટેમાં PIL દાખલ કરવામાં આવતા નામદાર ગુજરાત હાઈકોર્ટે દ્વારા પુરાવા અને રજૂઆત સાંભળી અને નોટિસ ફટકારવામાં આવી અને જવાબ રજુ કરવા આદેશ આપ્યો જેની વધુ સુનાવણી તા.5/4/2023 ના રોજ રાખવામાં આવી છે.

આવો જ એક કિસ્સો તારાપુરના ગોરાડ ગામનો હતો જ્યાં પ્રદૂષિત પાણીથી હજારો માછલીઓના મોત થયા હતા. તારાપુર વિસ્તારમાં આ ત્રીજો બનાવ હતો. આ પહેલાં કનેવાલ તળાવમાં માછલીઓના મરણ બાબતે તંત્રને જાણ કરવા છતાં કોઈ તપાસ થઇ ન હતી. ગામલોકોના કહેવા પ્રમાણે હાઈવે પર રાત્રી દરમિયાન કેમિકલ માફિયા બેફામ બન્યા હતા, જેમાં બોઈલર રાઈસ મીલો સામેલ છે. જેમાં ડાંગરને કેમિકલ પ્રોસેસથી બોઈલ કર્યા બાદનું કેમિકલ નિયમોનુસાર નિકાલ કરવાના બદલે આસપાસમાં વહેતા પાણીના પ્રવાહમાં છોડી દેવામાં આવતું હતું.

આ પણ વાંચો: Manish Sisodia/ તિહાર જેલમાં મનીષ સિસોદિયાને કઈ સુવિધા આપવામાં આવશે?

આ પણ વાંચો: બજારમાં હેપ્પી હોળી/ બજારમાં અવિરત વધારો જારીઃ સેન્સેક્સ 415 પોઇન્ટ ઉચકાયો

આ પણ વાંચો: Lalu Yadav/ CBIએ હવે લાલુ યાદવને મોકલ્યું સમન્સ, આવતીકાલે થશે પૂછપરછ