Not Set/ કોરોનાના કહેર વચ્ચે ભાજપે મોરવા હડફ ખાતે યોજી બાઈક રેલી, કોરોના ગાઈડલાઈન્સનું સરેઆમ ઉલ્લંઘન

ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ પણ રાજકિય પક્ષો અટકવાનું નામ નથી લઈ રહ્યા અને મોરવા હડફમાં કોરોનાનો ડર ભૂલી અને ભાજપ દ્વારા રેલી કાઢવામાં આવી હતી.

Top Stories Gujarat Trending
morvsa hadaf કોરોનાના કહેર વચ્ચે ભાજપે મોરવા હડફ ખાતે યોજી બાઈક રેલી, કોરોના ગાઈડલાઈન્સનું સરેઆમ ઉલ્લંઘન

ગુજરાત રાજ્યમાં બેફામ કોરોનાની માફક રાજકારણી ઓ પણ ચૂંટણી જંગ  જીતવા બેફામ બન્યા છે. એક બાજુ ગુજરાત રાજ્યમાં ચારે ને ચૌટે એક જ ચર્ચા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. ત્યારે ગુજરાતમાં આગની ૧૭ એપ્રિલના રોજ વધુ એક ચૂંટણી યોજવા જઈ રહી છે. અને ત્યાં પણ સરેઆમ રાજકીય નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યોછે.

ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ પણ રાજકિય પક્ષો અટકવાનું નામ નથી લઈ રહ્યા અને મોરવા હડફમાં કોરોનાનો ડર ભૂલી અને ભાજપ દ્વારા રેલી કાઢવામાં આવી હતી.

મોરવા હડફમાં વિધાનસભાની પેટા ચૂંટણી આગામી ૧૭ એપ્રિલના રોજ યોજવા જઈ રહી છે. ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર પૂર જોશમાં કરવામાં આવી રહ્યો છે. એક બાજુ રાજ્ય સરકાર અને કેન્દ્ર બંને માં ભાજપની સરકાર છે અને બંને સરકારો આજે વૈશ્વિક મહામારી `કોરોના સામે લડી રહી છે. ત્યારે સ્થાનિક લેવલે ભાજપ દ્વારા જ બાઈક રેલી કાઢી ચૂંટણી  પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અને ભીડ ભેગી કરવામાં આવી રહી છે. કેન્દ અને રાજ્ય સરકારની ગાઈડ લાઈનની ભાજપ દ્વારા જ ઐસી તૈસી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના કેસમાં મસ મોટો વધારો જોવા મળી રહ્યો છે. ટેસ્ટીંગ થી માંડી સ્મશાન સુધી કોરોના દર્દીઓએ રાહ જોવી પડી રહી છે. ત્યારે સરકાર દ્વારા પણ કોરોનાની ચેન તોડવા માટે રાત્રી કર્ફ્યૂનો અમલમાં મુક્યો છે. સ્થાનિક લેવલે ઘણા નાના શહેરોમાં અને ગામડાઓમાં સ્વયંભુ લોક ડાઉન આપવામાં આવ્યું છે. ત્યારે ભાજપના નેતાઓ સરેઆમ નિયમોનો ભંગ કરી રહ્યા છે. અને પોતાની સાથે હજારો લોકોનાજીવ ને પણ જોખમમાં મૂકી રહ્યા છે.

લગ્નને મરણ જેવા પ્રસંગો માં ૫૦ લોકોની હાજરી  અને પ્રસંગો ની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે શું ભાજપની રેલી આ બંને પ્રસંગો કરતા પણ મોટી છે. ? શું ચૂંટણી જંગ લગ્ન કે  મરણ કરતા પણ વધુ મોતોબની ગયો છે. ?