Not Set/ 97 દિવસથી ઘરમાં બંધ હતા આ દેશના લોકો, હવે ઘરની બહાર નીકળી રહ્યા છે

ભારત દેશમાં એક તરફ લોક ડાઉન લગાવવું કે નહિ તે અંગે કેન્દ્ર સરકાર સતત વિચારણામાં ડૂબી છે ત્યાં વિશ્વમાં એક એવો દેશ છે કે જે 97 દિવસ બાદ અનલોક થવા જઈ રહ્યું છે. તે દેશના લોકોની ખુશી એટલી હદે વધી ગઈ છે કે તેઓ પોતાની ખુશીની લાગણીને વ્યક્ત કરી શકતા નથી. તો વાંચો વિશ્વનો કયો […]

World
download 97 દિવસથી ઘરમાં બંધ હતા આ દેશના લોકો, હવે ઘરની બહાર નીકળી રહ્યા છે

ભારત દેશમાં એક તરફ લોક ડાઉન લગાવવું કે નહિ તે અંગે કેન્દ્ર સરકાર સતત વિચારણામાં ડૂબી છે ત્યાં વિશ્વમાં એક એવો દેશ છે કે જે 97 દિવસ બાદ અનલોક થવા જઈ રહ્યું છે. તે દેશના લોકોની ખુશી એટલી હદે વધી ગઈ છે કે તેઓ પોતાની ખુશીની લાગણીને વ્યક્ત કરી શકતા નથી. તો વાંચો વિશ્વનો કયો દેશ 97 દિવસ બાદ અનલોક થવા જઈ રહ્યું છે.

બ્રિટનમાં 97 દિવસ બાદ ફરી એક વખત રોનક દેખાવા માંડી છે. કારણે દુનિયાના સૌથી લાંબા લોકડાઉન બાદ હવે દેશ અનલોક થવા માંડ્યો છે.

બ્રિટનના બજારો, રેસ્ટોરન્ટ, પાર્કમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. 97 દિવસ બાદ મળેલી આઝાદીની ખુશી લોકોના ચહેરા પર જોઈ શકાય છે.

બ્રિટન માટે સારી ખબર એ છે કે અહીંયા કોરોના કેસ બહુ ઓછા થઈ ગયા છે. દુનિયાના સૌથી લાંબા અને આકરા લોકડાઉન બાદ હવે દેશ અનલોક થવા માંડ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે પાંચ જાન્યુઆરીથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી અને જાત જાતના પ્રતિબંધો લગાવાયા હતા.

હવે મહિનાઓ બાદ સેંકડો જિમ, હેર સલૂન, રિટેલ સ્ટોર ખુલી ગયા છે. જ્યારે લોકડાઊન લાગાવાયુ ત્યારે બ્રિટનમાં કોરોનાનો કહેર હાહાકાર મચાવી રહ્યો હતો. રોજના 50000 કેસ સામે આવી રહ્યા હતા. જોકે કોરોનાથી હવે બ્રિટનને છુટકારો મળ્યો છે. 21 જુનથી બ્રિટનમાં સંપૂર્ણપણે લોકડાઉન હટાવી લેવાશે.

બ્રિટનને એક તરફ લોકડાઉન અને બીજી તરફ વેક્સીનેશનનો પણ ફાયદો મળ્યો છે. જેના પગલે કોરોનાની રફતાર પર બ્રેક વાગી છે. હવે અહીંયા રોજના 4000 કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. બ્રિટનના 48 ટકા લોકોને કોરોનાની રસી લાગી ચુકી છે.