Not Set/ PM મોદીએ રશિયામાં શિંઝો આબે સહિત મલેશિયાના વડા પ્રધાન મહાતીર મો. સાથે કરી ખાસ મુલાકાત

ભાગેડુ ઉપદેશક ઝાકિર નાઈકના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો રશિયાની બે દિવસીય મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ વ્લાદિવોસ્ટોકમાં મલેશિયાના પીએમ મહાતીર મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ભાગેડુ ઉપદેશક ઝાકિર નાઈકના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ પર, મલેશિયાના વડા પ્રધાને જાકીર નાઈકના મામલે ભારતને સંપૂર્ણ સહયોગની વાત કરી હતી. બેઠકમાં નિર્ણય […]

Top Stories World
મહાતીર મલેસિયા PM મોદીએ રશિયામાં શિંઝો આબે સહિત મલેશિયાના વડા પ્રધાન મહાતીર મો. સાથે કરી ખાસ મુલાકાત

ભાગેડુ ઉપદેશક ઝાકિર નાઈકના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો

રશિયાની બે દિવસીય મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ વ્લાદિવોસ્ટોકમાં મલેશિયાના પીએમ મહાતીર મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ભાગેડુ ઉપદેશક ઝાકિર નાઈકના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ પર, મલેશિયાના વડા પ્રધાને જાકીર નાઈકના મામલે ભારતને સંપૂર્ણ સહયોગની વાત કરી હતી. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે ઝાકિર નાઈક સંદર્ભે બંને દેશોના અધિકારીઓ મળીને વાતચીત કરશે.

ભાગેડુ ઉપદેશક ઝાકિર નાઈક પર આખા મલેશિયામાં ભાષણ આપવા પર પ્રતિબંધ છે. ગૃહ પ્રધાન એમ યાસીને પણ તેમને ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ દેશના કાયદાથી ઉપર નથી, જાકીર નાઈક પણ નહીં. તેમણે કહ્યું કે નાઈકના નિવેદનોથી ઘણી અસુવિધા ઉભી થઈ, જેના કારણે ન્યાયની ખાતરી કરવી પડી. જાકીર નાઈક પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.

sinjho aabe 1 PM મોદીએ રશિયામાં શિંઝો આબે સહિત મલેશિયાના વડા પ્રધાન મહાતીર મો. સાથે કરી ખાસ મુલાકાત

જાપાનના વડા પ્રધાન શિંઝો આબે સાથે કરી મુલાકાત

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના રશિયા પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. પીએમ મોદી આજે વ્લાદિવોસ્ટોકમાં પૂર્વી આર્થિક મંચની બેઠકમાં ભાગ લેશે. આજે સવારે બેઠક પહેલા પીએમ મોદીએ જાપાનના વડા પ્રધાન શિંઝો આબે સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને જાપાનના વડા પ્રધાન વચ્ચેની વાતચીતમાં 5 જી ટેક્નોલોજી, સંરક્ષણ અને વેપાર અંગે ચર્ચા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.