Not Set/ INX મીડિયા કેસ : પી ચિદમ્બરમની આગોતર જામીન અરજી કરાઇ નામંજૂર, ઈડી માટે ધરપકડનો માર્ગ મોકળો

આઈએનએક્સ મીડિયા કેસમાં ભૂતપૂર્વ ગૃહ મંત્રી અને નાણાંમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ફટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે બુધવારે આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ઈડી માટે ધરપકડનો માર્ગ સાફ થઈ ગયો છે. કોર્ટે કસ્ટડીમાં ચિદમ્બરમની પૂછપરછ કરવા સંમતી દર્શાવી હતી. હવે ઈડી પૂર્વ નાણાંમંત્રીની ધરપકડ કરી શકે છે. આઈએનએક્સ મીડિયા […]

Top Stories India
p chidambaram INX મીડિયા કેસ : પી ચિદમ્બરમની આગોતર જામીન અરજી કરાઇ નામંજૂર, ઈડી માટે ધરપકડનો માર્ગ મોકળો

આઈએનએક્સ મીડિયા કેસમાં ભૂતપૂર્વ ગૃહ મંત્રી અને નાણાંમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ફટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે બુધવારે આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ઈડી માટે ધરપકડનો માર્ગ સાફ થઈ ગયો છે. કોર્ટે કસ્ટડીમાં ચિદમ્બરમની પૂછપરછ કરવા સંમતી દર્શાવી હતી. હવે ઈડી પૂર્વ નાણાંમંત્રીની ધરપકડ કરી શકે છે.

આઈએનએક્સ મીડિયા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા કરવામાં આવેલી તપાસમાં કોંગ્રેસનાં નેતા પી.ચિદમ્બરમની આગોતરા જામીન અરજી નામંજૂર કરતા દિલ્હી હાઈકોર્ટનાં આદેશની વિરુદ્ધ તેમની અપીલ ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, ‘પ્રારંભિક તબક્કે આગોતરા જામીન આપવી તપાસને અસર કરી શકે છે. આગોતરા જામીન આપવા માટે આ યોગ્ય કેસ નથી. આર્થિક ગુનાઓ જુદા જુદા સ્તરે છે અને તેની સાથે તેને અલગ દ્રષ્ટિકોણની સાથે નિપટવુ જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.